GUJARATTHARADVAV-THARAD

થરાદમાં દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ નંબર પ્લેટ વગરના આઇસર ગાડીમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

પેરોલ-ફર્લો સ્કોડે રૂ. 25.83 લાખનો મુદ્દામાલ ઝડપી બે ઈસમોની ધરપકડ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક અમલવારી કરવા સૂચનાઓ આપવામાં આવેલ હતી.

આ સૂચનાઓના અનુસંધાને શ્રી આર.એસ. દેસાઈ, પોલીસ ઇન્સપેક્ટર (ઈન્ચાર્જ), પેરોલ-ફર્લો સ્કોડ, જિલ્લા વાવ-થરાદના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફ દ્વારા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ-ફર્લો તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓની તપાસ કરવામાં આવી રહી હતી.

તે દરમ્યાન અ.પો.કો. અમરસિંહ ભુરસિંહ નાઓને ખાનગી રાહે મળેલ ચોક્કસ બાતમીના આધારે થરાદથી ડીસા જતા રોડ પર વજેગઢ ગામ પાસે ભારતમાળા રોડના પુલ નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરની આઈસર ગાડીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1332 બોટલ (કિંમત રૂ. 7,48,236/-), મોબાઈલ ફોન નંગ-3 (કિંમત રૂ. 35,000/-) તથા આઈસર ગાડી (કિંમત રૂ. 18,00,000/-) મળી કુલ રૂ. 25,83,236/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા બંને ઈસમો વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ તેમજ એમ.વી. એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!