ARAVALLIGUJARATMODASA

અરવલ્લી | સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા, ઓપરેશન “મ્યુલ હન્ટ” હેઠળ વોન્ટેડ આરોપી ઝડપાયો- અરવલ્લી જિલ્લામાં ત્રણ મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી | સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા, ઓપરેશન “મ્યુલ હન્ટ” હેઠળ વોન્ટેડ આરોપી ઝડપાયો- અરવલ્લી જિલ્લામાં ત્રણ મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા


સાયબર ક્રાઇમ સામે રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન “મ્યુલ હન્ટ” અંતર્ગત અરવલ્લી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોડાસાને મોટી સફળતા મળી છે. તા. ૩૧/૧૨/૨૦૨૫ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના નાણાં ATM તથા ચેક વિડ્રોલ મારફતે ઉપાડનાર સિન્ડીકેટ ગેંગના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.માનનીય ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી , સાયબર એક્સીલન્સ ટીમ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ), અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા તથા ઓપરેશન મ્યુલ હન્ટના નોડલ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.NCCRP પોર્ટલ, i4c તથા સમન્વય પોર્ટલ પરથી પ્રાપ્ત થયેલી માહિતી આધારે સમગ્ર ભારતના સાયબર ફ્રોડના નાણાં પૈકી ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ATM અને ચેક મારફતે ઉપાડવામાં આવેલા નાણાં અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં ત્રણ મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા હતા.ખાતા ધારકોની પ્રાથમિક તેમજ વિસ્તૃત પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે ઓળખીતાઓ દ્વારા લોભામણી લાલચ આપી એકાઉન્ટની કિટ (ચેકબુક, પાસબુક, ATM કાર્ડ તથા સિમકાર્ડ) મેળવી લેવામાં આવી હતી. આરોપીઓ દ્વારા આશરે ૪૦થી વધુ બેન્ક એકાઉન્ટની કિટો એકત્ર કરી પોતાના મળતીયાઓ મારફતે સાયબર ફ્રોડના નાણાં તેમાં જમા કરાવી વિડ્રોલ કરી કમિશન મેળવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવામાં આવતો હતો.આ સમગ્ર સિન્ડીકેટ ગેંગનો વોન્ટેડ આરોપી જિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભાઈ મહેન્દ્રસિંહ તંવર, રહેવાસી જોધપુર ગામ, સેટેલાઈટ અમદાવાદને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોડાસા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલુ છે. આ કાર્યવાહીથી સાયબર ફ્રોડના નાણાંના ગેરકાયદેસર નેટવર્કને મોટો ઝટકો લાગ્યો હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!