GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર બામણવા સસલાના શિકારના કેસમાં ફરાર થયેલ બે આરોપીઓને વનવિભાગ ઝડપી કોર્ટમાં રજૂ કર્યા

વિજાપુર બામણવા સસલાના શિકારના કેસમાં ફરાર થયેલ બે આરોપીઓને વનવિભાગ ઝડપી કોર્ટમાં રજૂ કર્યા
કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા સબજેલ ના હવાલે કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બામણવા ગામની સીમમાં ૨૭ જુલાઈ ના રોજ છ જેટલા સસલાનો શિકાર કરી મારણ કર્યું હતુ. જેમાં વન વિભાગે ત્રણ આરોપીઓ પૈકી એક ને ઝડપી લીધો હતો. જ્યારે બે આરોપીઓ ફરાર થયા હતા ફરાર આરોપીઓની લાંબી શોધખોળ બાદ ગઇ કાલે બાતમીના આધારે વનવિભાગની ટીમે એક આરોપી ને વડગામ નાની ગીડાસણ ગામથી જ્યારે અન્ય એક આરોપી પસા દેવીપૂજક નામના શખ્સ ને વિસનગર મેહસાણા ચોકડી પાસેથી નાસવા જતા ઝડપી લીધો હતો. વન વિભાગના તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ એમ ચૌધરીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરતા પોલીસ ને સોંપી સબજેલ ને હવાલે કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!