
વિજાપુર મામલતદાર કચેરી સરદાર પટેલ બાવલા પાસેથી ચોરીના મોબાઈલ સાથે યુવકને ઝડપી લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી સરદાર પટેલ બાવલા પાસેથી ચોરીના મોબાઈલ સાથે યુવકને એસોજી પોલીસે ઝડપી સ્થાનીક પોલીસ મથકે સોંપી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોબાઈલ ચોરીઓના વધતા ગુનાઓ ને ડામવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્થાનીક પોલીસ તેમજ એસ.ઓ.જી પોલીસ ને આપેલી સૂચના મુજબ એસ ઓ જી પોલીસે તાલુકા મથકે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતા મામલતદાર કચેરી નજીક ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમી ના આધારે શંકાસ્પદ કાળા કલર ની પેન્ટ અને આછો કાળા કલર નો પહેરેલ શર્ટ વાળા યુવકને તેની પાસેથી મળી આવેલ વિવો મોબાઈલ અંગે પૂછપરછ કરતાં સંતોષ કારક જવાબ નહી મળતા તેની પાસેથી મળેલ મોબાઈલ સ્થાનીક પોલીસ મથકે નોંધાયેલ વિવો મોબાઈલ જેનો
આઇ એમ ઇ આઇ નંબર ૮૬૦૬૮૮૦૫૪૭૯૫૦૯૨ તથા ૮૬૦૬૮૮૦૫૪૭૯૫૦૮૪ મળી આવતા પોલીસ માણેકપુર તા માણસા જી ગાંધીનગર ના ઠાકોર ચંદન કુમાર ચતુરજી ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




