ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ નજીક બેડઝ પાસે બાઈક અકસ્માત, બે યુવકો ગંભીર રીતે ઘાયલ, રસ્તાની આજુબાજુ આવેલ નડતર રૂપ વૃક્ષો કોણ હટાવશે..? 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ નજીક બેડઝ પાસે બાઈક અકસ્માત, બે યુવકો ગંભીર રીતે ઘાયલ, રસ્તાની આજુબાજુ આવેલ નડતર રૂપ વૃક્ષો કોણ હટાવશે..?

અરવલ્લી જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. મેઘરજ તાલુકાના બેડઝ નજીક ગુરુવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક બાઈક ચાલકનું વાહન રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતમાં રાજુભાઈ ડાહ્યાભાઈ વાઘરી તેમજ ગણપત જીવાભાઈ પારગી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ઇજાગ્રસ્તોમાં એક યુવક મેઘરજનો જ્યારે બીજો ઝરડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત ની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોડાસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રસ્તાની આજુબાજુ આવેલા જોખમી વૃક્ષો અકસ્માત માટે કારણભૂત બનતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને કારણે આવા જોખમી વૃક્ષો દૂર કરવામાં આવ્યા નથી. ઉપરાંત રસ્તાની આજુબાજુ આવેલી ફોરેસ્ટ વિભાગની જમીનનું સંપાદન ન થતું હોવાને કારણે પણ સુરક્ષાને લઈ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકોએ સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!