લુણાવાડા એસટી સ્ટેન્ડ ની છતમાંથી ટપકતા વરસાદના પાણીથી મુસાફર જનતા પરેશાન

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
લુણાવાડા એસટી સ્ટેન્ડની છતમાંથી ટપકતા વરસાદના પાણીથી મુસાફર જનતા ને વેઠવી પડતી હાલાકી.
મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા નગરના એસટી સ્ટેન્ડમાં ચાલુ વરસાદ દરમિયાન સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકતું હોવાથી એસટી સ્ટેન્ડમાં બસની રાહ જોતા મુસાફર જનતાને પારાવાર હાલાકી નો સામનો કરવો પડી રહેલો જણાય છે …..
ત્યારે આ બાબતે લુણાવાડા એસટી ડેપોના સત્તાધીશ તથા વિભાગીય કચેરીના સત્તાધીશો મુસાફર જનતાને ચોમાસાની ઋતુમાં એસટી સ્ટેન્ડમાં વેઠવી પડતી આવી હાલાકી બાબતે મુક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવું મુસાફર જનતાના મુખે ચર્ચાઈ રહ્યું છે.
મહીસાગર જિલ્લાના વડામાં લુણાવાડા નગર ખાતે વિવિધ સરકારી કચેરીઓ, શાળા કોલેજો તેમજ હોસ્પિટલ આવેલ હોવાથી જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાંથી મુસાફર જનતા પોતાના નાના-મોટા કામ અર્થે લુણાવાડા ખાતે આવેલા બસ ડેપો દ્વારા અવર-જવર કરતી હોય છે જ્યારે બીજી બાજુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવવા માટે શાળા કોલેજોમાં અપડાઉન કરતા હોવાથી લુણાવાડા એસટી સ્ટેન્ડ ખાતે પોતાના રૂટની બસની રાહ જોતા ઉભા રહેતા હોય છે તેવામાં લુણાવાડા એસટી સ્ટેન્ડની છતમાંથી ચોમાસાના વરસાદનું પાણી સતત ટપકતું હોવાથી મુસાફર જનતાને તેમજ વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ ની અંદર ઉભા રહેવા માટે પણ ભારે હાલાકી પડી રહી છે.
છતમાંથી ટપકતું વરસાદનું પાણી સ્ટેન્ડના ભોંય તળિયે જમા થતા મુસાફર જનતા, વયોવૃદ્ધ કે નાના ભૂલકાઓને પડવા વાગવા ની ભારે દહેશત સેવાઇ રહી છે.
ત્યારે જાહેર મુસાફર જનતા ને ચોમાસાની ઋતુમાં એસટી સ્ટેન્ડના છતમાંથી ટપકતા પાણીથી વેઠવી પડતી હાલાકી બાબતે લુણાવાડા એસટી સ્ટેશનના સત્તાધીશ તેમજ વિભાગીય કચેરીના સત્તાધીશો દ્વારા યોગ્ય ધ્યાન આપીને તેને મરામત કરાવવામાં આવે તેવી ચર્ચાઓ જોશોથી ચાલી રહી છે….



