હાલોલના દાવડા વિસ્તારમા બાઇક ચાલકને પતંગની દોરીથી ગંભીર ઈંજાઓ થતા 25 ટાંકા આવ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૧.૨૦૨૬
હાલોલના દાવડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક બાઇક ચાલક પતંગની દોરી થી ગંભીર ઇજાગ્રસ્ત બન્યા છે, દોરી બંને આંખની પાંપણો ની ઉપર ભ્રમર ને ચીરી નાખતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.હાલોલ ના નંદસિટી વિસ્તારમાં રહેતા નગીનભાઈ કાળુભાઈ વણકર આજે વહેલી સવારે ઘરેથી કંપની તરફ જતાં હતા તે દરમિયાન દાવડા વિસ્તારમાં અચાનક પતંગ નો દોરો આવી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં લઈ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ નગીનભાઈની બંને આંખો ની પાંપણો ના ઉપર નો ભાગ દોરી થી ચિરાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને 25 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને માર્ગ પર બાઇક, સ્કૂટર લઈ અવર જવર દરમ્યાન દોરા ની જોખમી પરિસ્થિતિ સામે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.








