DAHODGUJARAT

વડોદરા થી ઉજ્જૈન જતા બાઈક રાઇડરો દાહોદ આવી પોંહચતા દાહોદ પટેલીયા સમાજ દ્વારા બાઈક રાઇડરોનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ

તા.૨૯.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વડોદરા થી ઉજ્જૈન જતા બાઈક રાઇડરો દાહોદ આવી પોંહચતા દાહોદ પટેલીયા સમાજ દ્વારા બાઈક રાઇડરોનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ

હિન્દુ ધર્મના પ્રચાર અર્થે ડમરું ફાઉન્ડેશન દ્વારા એકાવન બાઈકો સાથે વડોદરા થી ઉજ્જૈન જવા રવાના દાહોદ બાલાજી હોટલ ખાતે દાહોદ પટેલીયા સમાજ દ્વારા કરાવ્યું ભવ્ય સ્વાગત

આજરોજ દાહોદ ના ગરબાડા ચોકડી સ્થિતહિન્દુ સનાતન ધર્મના પ્રચાર અર્થે ડમરુ ફાઉન્ડેશન દ્વારા 51 બાઈક રાઈડરો વડોદરા થી ઉજ્જૈન કરવાના થયા હતા. જેઓનું સ્વાગત દાહોદ બાલાજી હોટલ ખાતે પટેલિયા સમાજના યુવા પ્રમુખ શાલીનભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ દરિયા, દાહોદ શહેર મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી, રાજ કૃપા નર્સિંગ હોમ સેક્રેટરી સ્નેહલભાઈ મેકવાન વિશેષ ઉપસ્થિતિ રહી હતી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ આ વર્ષે ઉજ્જૈન ખાતે પાંચ લાખ – રુદ્રાક્ષ તથા 5100 ડમરું દ્વારા ઉજ્જૈન મહાકાલ શણગારીને પહેલી તારીખે મહા આરતીનું આયોજન કરેલ છે. જેનો મેન ઉદ્દેશ્ય યુવા પેઢી પશ્ચિમ સંસ્કૃતિમાં ઢળી રહી છે એને રોકી પાછી સનાતન ધર્મમાં લાવવાનો એક સફળ પ્રયાસ થઈ રહ્યો છે જે ગત વર્ષે કેદારનાથમાં વર્ષના અંતમાં પહેલ કરી હતી. આ વર્ષે ઉજ્જૈનમાં કરી છે. આખા ભારત દેશના બાર જ્યોતિર્લિંગમાં ફરીને સનાતન ધર્મનું પ્રચાર કરવાનો એમનો ઉદ્દેશ છે.

Back to top button
error: Content is protected !!