મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનના માર્ગદર્શન હેઠળ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનોએ ક્રિકેટ, કબડ્ડી અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનના માર્ગદર્શન હેઠળ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનોએ ક્રિકેટ, કબડ્ડી અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
♦
અમીન કોઠારી મહીસાગર
ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ રાષ્ટ્રીય રમત દિવસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ના અંતર્ગત ૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે ૩૦ ઓગસ્ટના રોજ મહીસાગર જિલ્લા પોલીસે રમતગમતનું આયોજન કરી ફિટનેસનો સંદેશો આપ્યો હતો.
નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. DySP જે.જી. ચાવડાના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ક્રિકેટ, કબડ્ડી અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના દ્વારા તેમણે શારીરિક તંદુરસ્તી અને ખેલદિલીની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે DySP ચાવડાએ જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ પોલીસ દળમાં તણાવ ઘટાડવા, શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે પ્રધાનમંત્રીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ના સંદેશને અનુસરીને પોલીસે પોતાની ફરજની સાથે સાથે સ્વસ્થ રહેવાનું પણ મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોલીસકર્મીઓએ રમતગમત પ્રત્યે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ આયોજનથી તેઓ સમાજ માટે પણ પ્રેરણાદાયક બન્યા હતા અને એક સકારાત્મક સંદેશો ફેલાવવામાં સહાયરૂપ થયા હતા.