GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

બીલીમોરા નગરપાલિકાકક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ વી.એસ.પટેલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૩૦: ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા સંચાલિત બીલીમોરા નગરપાલિકાકક્ષા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આજરોજ વી. એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, બીલીમોરા હોલ ખાતે કરવામાં આવેલ હતું.

કાર્યક્રમની શરૂઆત આવકાર પ્રવચન સાથે કોલેજના પ્રાધ્યાપકશ્રી આશાબેને કરી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગણદેવી તાલુકા મામલતદારશ્રી વળવી, આસીસ્ટન ટી.ડી.ઓશ્રી મનીષ પટેલ, બીલીમોરા વિભાગ કેળવણી મંડળના ચેરમેનશ્રી ભરત અમીન, ડી.એસ.ડી.ઓ.શ્રી અલ્પેશ પટેલ, સબ લેફ્ટનન્ટ નેવી ડો. સોનલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં યોગ બોર્ડની બેહનો દ્વારા દેશભક્તિ આધારિત ડાન્સ રજુ કરવામાં આવ્યો અને પ્લાસ્ટિક મુક્ત ભારત પખવાડિયા અંતર્ગત નાના બાળકો દ્વારા વેશભૂષા રજુ કરવામાં આવી હતી. એન.સી.સી.ના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત લઘુનાટક અને શેરી નાટક રજુ કરવામાં આવેલ હતું. વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત પર્યવરણ જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા સૌએ લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન પ્રાધ્યાપકશ્રી આશાબેન કર્યું હતું. મેજર ડો. ભાવેશ દેવતા તથા શ્રીમતિ મનીષાબેન દેવતા અને તેમની ટીમ દ્વારા ડી.વાય.ડી.ઓ. શ્રીમતિ અંજુબેન પરમારના માર્ગદર્શનમાં રહી સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ સફળતા પૂર્વકપૂર્ણ કર્યો હતો. ઉપસ્થિત બીલીમોરા નગરજનોએ કાર્યકમને ઉત્સાહ પૂર્વક માણ્યો હતો.

Back to top button
error: Content is protected !!