DAHODGUJARAT

બિરસા મુંડા સમાજ ભવન,દાહોદ ભીલ સમાજ પંચ,દાપમ ,પટેલીયા સમાજ દાહોદ વતી આપ સૌ ગુજરાત ભરના ઉદાર હાથે સહાય આપી ચીલાકોટા ગામને

તા.૧૨.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:બિરસા મુંડા સમાજ ભવન,દાહોદ ભીલ સમાજ પંચ,દાપમ ,પટેલીયા સમાજ દાહોદ વતી આપ સૌ ગુજરાત ભરના ઉદાર હાથે સહાય આપી ચીલાકોટા – તા.લીમખેડા ના ગામમાં ૩૫ જેટલા આદીવાસી ભીલ પરીવારને

સોમવાર તા.૫-૫-૨૫ ના રોજ આવેલ વાવાઝોડા* દરમિયાન દાપમ વિસ્તારમાં ખુબ જ અસરદાર -નુકસાન કારક રહ્યું તેમાં ખાસ કરીને ચીલાકોટા – તા.લીમખેડા ના ગામમાં ૩૫ જેટલા આદીવાસી ભીલ પરીવાર ના મકાનો સંપુર્ણપણે બળીને નાશ પામ્યા હતાં તેની સૌએ સોશિયલ મિડિયા ના જરીએ નોંધ લીધી તેમજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન,દાહોદ ભીલ સમાજ પંચ(દાહોદ, પંચમહાલ,મહિસાગર) પટેલીયા સમાજ દાહોદ ના પરીવાર જનો દ્વારા તાત્કાલિક રૂબરૂ સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિ નો તાલ મેળવી આપ સૌ ગુજરાત ભરના આદીવાસી સમાજ જનો ને મદદરૂપ થવા સોશ્યલ મીડિયા ના માધ્યમથી સમાજના વોટ્સએપ ગ્રુપો માં મેસેજ કરી *બિરસા મુંડા આદીવાસી સમાજ ભવન, દાહોદ* ના બેંક એકાઉન્ટ ના સ્કેનર સેર કરી તેના માધ્યમથી આપ સર્વ મિત્રો, વડીલો,બહેનો, સ્નેહીજનો એ આખા ગુજરાત માંથી ઉદાર હાથે સહાય કરી એ સહાય અત્યાર સુધીમાં ૨૨૫ દાતાઓ ની સંખ્યા માં લગભગ ૧૭૦૦૦૦/- ની આસપાસ જમા થયેલ હોય તેના પ્રતાપે સ્થળ નિરીક્ષણ ટીમ વકૅ દ્વારા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન,દાહોદ ના એકાઉન્ટ થી આ સ્ટીલ કલરીગ પતારાની ખરીદી કરી ખરીદેલ મટીરીયલ ટેમ્પો કરી આજ રોજ ૧૧-૫-૨૫ રવિવાર ના રોજ સ્થળ ઉપર પોંહચી દરેક પરીવાર ઘર દીઠ-૪ નંગ ૧૪×૪.૨૫ ની લંબાઈ પોહળાઈ માં નામ જોગ યાદી બનાવી વ્યક્તિ ઘર દીઠ હાથો હાથ વિતરણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, સાથો સાથ કેતનભાઈ બામણીયા ના પ્રયાસ સહયોગ થી દરેક પરીવાર ઘર દીઠ ૨ નંગ બહેનો માટે સાડીનું અનુદાન કરેલ છે,

સહ હ્દય દિલ થી બિરસા મુંડા સમાજ ભવન,દાહોદ ભીલ સમાજ પંચ,દાપમ ,પટેલીયા સમાજ દાહોદ વતી આપ સૌ ગુજરાત ભરના ઉદાર હાથે સહાય આપી મદદરૂપ થનાર મહા માનવ પરીવાર જનો ને લાખ લાખ વંદન, પ્રણામ,નમન  કર્યું હતું

Back to top button
error: Content is protected !!