BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી ખાતે બિરસા મુંડા ની 150મી જન્મજયંતી બિરસા મુંડાની પ્રતિમા ને હાર પહેરાવી બિરસા મુંડા ને ભારત રત્ન આપવા માંગ કરી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બિરસા મુંડા ની પ્રતિમા આગળ આદિવાસી સમાજ સહિત લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પ્રતિમાને પુષ્પ અર્પિત કરી બિરસા મુંડા ના બલિદાન, સંઘર્ષ અને આદિવાસીઓના હક્ક માટે કરેલ લડતને યાદ કરતાં સૌએ પ્રણામ કર્યા.
સ્થાનિક આદિવાસી આગેવાનો, સમાજના વડીલો, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પરંપરાગત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા બિરસા મુંડા ના જીવનપ્રસંગ અને તેમના ક્રાંતિકારી વિચારો પર પ્રકાશ પાડવામાં આવ્યો. બિરસા મુંડા એ બ્રિટિશ સામ્રાજ્ય અને અન્યાયી વ્યવસ્થાઓ સામે લડી આદિવાસી સમાજ ની જમીન, સંસ્કૃતિ અને ઓળખને બચાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની આ જ લડતને કારણે આદિવાસી સમાજ તેમને આજે પણ “ધરતી આબાનાં ભગવાન” તરીકે પૂજે છે.
આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને બિરસા મુંડા ને ‘ભારત રત્ન’ આપવાની જોરદાર માંગ ઉઠાવવામાં આવી હતી. આગેવાનોનું માનવું છે કે બિરસા મુંડા નો દેશ માટેનો યોગદાન અપરંપાર છે, અને તેમને ભારત રત્ન અપાય તો સમગ્ર આદિવાસી સમાજનો ગૌરવ વધશે. બિરસા મુંડા ના બલિદાનને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહે તે માટે કેન્દ્ર સરકારે વહેલી તકે આ મુદ્દે નિર્ણય લે તેવી પણ માંગણી કરવામાં આવી.
સ્થાનિક સમાજના આગેવાનો દ્વારા જણાવાયું કે બિરસા મુંડા માત્ર આદિવાસીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના શોષિતો અને વંચિતો માટે પ્રેરણાનું પ્રતિક છે. આજના યુગમાં પણ તેમના વિચારો, સંદેશા અને સ્વરાજની ભાવના માર્ગદર્શન પૂરું પાડે છે.
કાર્યક્રમ દરમ્યાન લોકો એ બિરસા મુંડા ના આદર્શોને અનુસરવા, તેમની સંસ્કૃતિ જાળવી રાખવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે એકતા સાથે કાર્ય કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો.
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!