
તા.૧૫.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે બીરસા મુંડાની જન્મ જયંતીની તેમજ આદિવાસી ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંજેલી – મોરા – સુખસર નવોદય તાલીમ કેન્દ્રો પર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને બિરસા મુંડા ભગવાન મુંડાના 150 જન્મ જયંતી નિમિતે બાળકોને માહિતી આપી હતી કે આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે બાથ ભીડી હતી અન્ય ઐતિહાસિક માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આમ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રો પર બિરસા મુંડા ભગવાન જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી





