GUJARAT
સાધલી ખાતે ૧૫ નવેમ્બર બીરસા મુંડા ની જન્મ જયંતિની ઊજવણી કરાઇ
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે કાયાવરોહણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ઉપર આજરોજ શિનોર તાલુકાના આદિવાસી સમાજ ના આગેવાનો તેમજ યુવાનો દ્વારા આજે ૧૫ નવેમ્બર ક્રાંતિકારી વીર બિરસા મુંડા ની જન્મ જયંતિ નિમિત્તે બીરસા મુંડા નું પોસ્ટર મૂકી આ સર્કલ ને બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી મસીહા તેમજ આઝાદી નિમિતે અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી વીર બિરસા મુંડા ની જન્મ જયંતિ ની ઊજવણી કરવામાં આવી હતી.તેમજ આ કાયર્ક્રમ નિમિત્તે ST. SC. OBC સમાજ ના યુવાનો બિરસા મુંડા જી નાં જીવન વિશે જાણે અને એમના વિચારો પોતાના જીવન માં ઉતારે એવા ઉદ્દેશ્ય સાથે આજે સાધલી કાયાવરોહણ ચોકડી ખાતે સર્કલ ઉપર બીરસાં મુંડા નું પોસ્ટર મૂકી સર્કલ ને વીર બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરી બિરસા મુંડા ની જન્મ જયંતિ ની ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય.જે. ડી.વસાવા.સેગવાનાં સરપંચ અલ્પેશ વસાવા.મુકેશ ભાઈ વસાવા અવાખલ.કલ્પેશ ભાઈ વસાવા ઉતરાજ.ધર્મેશ વસાવા.નગીન ભાઈ પરમાર.જગદીશ પ્રજ્ઞસૂર્ય.રમેશ ભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






