GODHARAGUJARATPANCHMAHAL

ગોધરામાં જન્મદિવસ નિમિત્તે ઇન્ડિન રેડ ક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

કેમ્પના અંતે કુલ 101 યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ

 

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત બ્લડ કેમ્પ ખાતે ગોધરાના હોતચંદભાઈ ધમવાણી ઉર્ફે બાબુજી અને કોમર્સ કોલેજ ગોધરાના પ્રો. ડો. અરુણસિંહ સોલંકીએ પોતાના જન્મદિવસની રક્તદાન કરીને અને રક્તદાન કેમ્પનું આયોજન કરીને સમાજ માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને મહાનુભાવો દ્વારા છેલ્લા 15 વર્ષથી પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરીને અને રક્તદાન કેમ્પ યોજીને આ અનોખી ઉજવણીની પરંપરા જાળવવામાં આવી છે.

 

આ પ્રેરણાદાયી કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાના ચેરમેન ડૉ. જે.વી. ભોલંદા, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, રામજી મંદિરના મહંત ઇન્દ્રજીત મહારાજ, પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સુરેશ દેરાઈ, એક ગોધરા શ્રેષ્ઠ ગોધરાના અધ્યક્ષ આસિતભાઈ ભટ્ટ, લાયન્સ ક્લબ ગોધરાના પીડીજી પ્રભુ દયાલ વર્મા અને જે.પી. ત્રિવેદી સહિત લાયન્સ ક્લબ ગોધરાની ટીમ, વી ક્લબ ગોધરાની ટીમ તેમજ કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના વિદ્યાર્થી ભાઈ-બહેનો અને ગોધરાના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કેમ્પના અંતે કુલ 101 યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્ટાફ દ્વારા સાથ અને સહકાર આપીને રક્તદાન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!