
જૂનાગઢ કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ સવારે માંગરોળ નજીક પુલની મુલાકાત લીધા બાદ સાંજે જુનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના ૬ પૂલની સ્થળ મુલાકાત લીધી હતી.વંથલી નજીક વાડલા ફાટકથી સરગવાડા સુધી આવતા છ પુલનું જોઈન્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખીને સ્થળ મુલાકાત કરવામાં આવી છે.કુલ છ પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીશ્રીઓને તાત્કાલિક સ્ટ્રેંથ મજબૂતાઈનો રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે. ટેકનિકલી અભ્યાસ કરીને રિપોર્ટ આવ્યે તેમાં મરામતની જરૂર જણાશે તો એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ હાઈવેની દરખાસ્ત મુજબ કામગીરી માટે વૈકલ્પિક રસ્તાનું આયોજન કરી જરૂરી જાહેરનામું ઇસ્યૂ કરવામાં આવશે.આ મુલાકાત વેળાએ નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેરશ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી, એસ ડી એમ અને અન્ય અધિકારીશ્રીઓ જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સુચનાથી સમગ્ર રાજ્યવ્યાપી કામગીરીના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ પુલોની મજબૂતાઈ અંગેનું નિરીક્ષણ લોકોની સલામતી માટે યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે અને ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



