પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૯.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કણબી-પાલ્લી ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 75 જગ્યાએ ભારત સરકારની એડીપ યોજના હેઠળ કેમ્પનું આયોજન કરાયું હતું,જે પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે પણ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં મહાનુભાવોના હસ્તે 283 જેટલા લાભાર્થીઓને 21 પ્રકારના સાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી,જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગ તથા એલિમ્કો કંપનીના સહયોગથી સાધન વિતરણ કરવામાં આવ્યાં હતા. જેમાં રૂ 31.99 લાખની કિંમતના 390 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.સદર કેમ્પમાં હલન-ચલનની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને 27 મોટરાઇઝડ સાયકલ, 57 ટ્રાય સાયકલ, 64 વ્હીલચેર, 51 કેલીપર્સ, અને પ્રોસ્ટેસીસ, આંખોની ખામીવાળા દિવ્યાંગોને 50 વોકીંગ સ્ટીક, 04 બ્રેઇલકેન, 05 બ્રેઇલકીટ, 26 સુગમ્ય કેન, 01 સ્માર્ટફોન વિથ સ્ક્રીનરીડીંગ,બધીરતાની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને 56 હિયરીંગ એઇડ, માનસિક રીતે દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને 09 સીપી ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર આશિષ કુમાર,હાલોલ પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










