GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
વાંસદાના ભાજપ અગ્રણીઓએ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જીલ્લાના આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયમાંથી આવતા નરેશભાઈ પટેલ જેઓ ગણદેવી સીટમાં ધારાસભ્ય છે.તેઓને કેબિનેટ મંત્રીમંડળમાં Trible Development minister તરીકેનું સ્થાન મળતા વાંસદા નગરના ભાજપ અગ્રણીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. નવા નિમાયેલા કેબિનેટ કક્ષાના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની ભાજપના અગ્રણી એવા ભુપેન્દ્રભાઈ પટેલ,રાજુભાઈ મોહિતે ,મહેશભાઈ કુર્મી અને અમિતભાઈ પંચાલ વગેરે તેમના નિવાસ સ્થાન ચીખલી ખાતે શુભેચ્છા મુલાકાત લઈ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ આપી હતી.