BHARUCHGUJARAT

લીઝધારકે જેટલું ખનન કર્યું હતું તેના કરતાં વધારે રોયલ્ટી બતાવી કૌભાંડ કરતાં કાર્યવાહી

સમીર પટેલ, ભરૂચ

બ્લેકટ્રેપ વહન કરતી 4 ગાડી જપ્ત નર્મદા નદીમાંથી ગેરકાયદે રીતે રેતીખનન કરી તેનું વહન કરાતું હોવાની ફરિયાદો સતત ઉઠતી રહે છે. ત્યારે ખાણ ખનિજ વિભાગની ટીમે વહેલી સવારે 6 વાગ્યે મુલદ ચોકડીએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ટીમે ગેરકાયદે રીતે બ્લેક ટ્રેપ -સાદી રેતીનું વહન કરતાં 4 ડમ્પર ઝડપી પાડી કુલ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભાસ્કર ન્યૂઝ । ભરૂચ ભરૂચ જિલ્લામાં રેતી અને માટીના ગેરકાયદે ખનન બાદ હવે કપચી ( બ્લેકટ્રેપ)ના ખનનની ઘટના સામે આવી છે. ઝઘડિયાના મચામડી ગામે બંધ પડેલી લીઝમાં તપાસ કરવામાં આવતાં સંચાલકે જેટલું ખનન કર્યું હતું તેના કરતાં વધારે રૂપિયાની રોયલ્ટી બતાવી હોવાનું ધ્યાને આવતાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. લીઝ ધારકને 18.52 કરોડ દંડ તેમજ પર્યાવરણીય વળતર પેટે 4.81 કરોડ મળી કુલ અધધ 23.34 કરોડનો દંડ ભરવાની નોટિસ આપતાં ખનીજ ચોરોમાં ખળભળાટ મચ્યો છે. સાંસદ મનસુખ વસાવા દ્વારા થોડા સમય પહેલાં જ નર્મદા નદીમાં ગેરકાયદે થતું રેતી ખનન તેમજ અન્ય ખનીજની લીઝો પર થતાં ગેરકાયદે ખનનને લઇને આક્ષેપો કર્યાં હતાં. જેમાં તેમણે સંબંધિત વિભાગો સહિત ભરૂચ, નર્મદા અને વડદરા જિલ્લાના કલેક્ટર સામે પણ મેળાપીપણાના આક્ષેપ કર્યાં હતાં. દરમિયાનમાં ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકામાં આવેલાં મચામડી ગામના સર્વે નંબર 56માં ચાલતી રામદેવ ફતેસંગ વસાવાની બ્લેકટ્રેપની લીઝમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જે તે સમયે ત્યાં લીઝ બંધ હોવાથી તેમણે જીપીએસ મશીનથી માપણી કરી તેના ડેટા એનાલાઇઝ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. લીઝ ધારક રામદેવ વસાવાએ તેમની લીઝમાંથી જેટલું બ્લેકટ્રીપનું ખનન કરાયું છે. તેઓએ તેના કરતાં વધારે માત્રાના રોયલ્ટી પાસ બનાવ્યાં છે. જેના પગલે તે ડેટાના આધારે તેમણે લીઝ સંચાલક રામદેવ વસાવાને 23.34 કરોડનો દંડ તેમજ પર્યાવરણને નુકસાન કરવાના મામલે 4.84 કરોડનું વળતર મળી કુલ 23.34 કરોડની રકમ ભરપાઇ કરવાની નોટિસ આપી છે. લીઝ પર હદ નિશાનના પિલર ન હતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝ ફાળવવામાં આવે ત્યારે નિયમાનુંસાર દરેક લીઝ ધારકે તેની લીઝ પર લીઝની વિગત દર્શાવતું સાઇન બોર્ડ લગાવવાનું હોય છે. તેમજ લીઝની હદ નક્કી કરતાં પિલર પણ નિભાવવાના હોય છે. જોકે, લીઝ ધારકે બોર્ડ તો લગાવ્યું હતું પરંતુ લીઝની હદ નિશાન દર્શાવતાં પિલરની નિભાવની ન કરતાં તેને તે માટે પણ અલાયદો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓનલાઇન વર્ચ્યુઅલ એકાઉન્ટ બંધ લીઝ ધારકોએ દ્વારા તેમના દ્વારા જે તે ખનીજનું વહન કરતાં પહેલાં તેની રોયલ્ટી અને મટિયરીયલની માત્રા સહિતની નોંધ એટીઆરમાં કરવાની હોય છે. જેના આધારે ચોક્કસ આંકડા મેળવવામાં આવતો હોય છે. ત્યારે ખાણ ખનિજ વિભાગે રામદેવ વસાવાની લીઝમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં જ્યાં સુધી દંડની રકમની ભરપાઇ કરવામાં ન આવે ત્યાં સુધી લીઝનું ઓનલાઇન વર્ચ્યુઅલ એકાઉન્ટ ( એટીઆર) બંધ કરી દેવામાં આવ્યું હતું. મચામડીની ક્વોરીમાં પાણી ભરાયેલું છે

Back to top button
error: Content is protected !!