BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાણા ખોડા ખાતે ભાજપાનો કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો.

કોંગ્રેસના યુથ યુવા પ્રમુખ સુનિલભાઈ ચૌધરી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા..

કાંકરેજ તાલુકાણા ખોડા ખાતે ભાજપાનો કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો.
—————————————
કોંગ્રેસના યુથ યુવા પ્રમુખ સુનિલભાઈ ચૌધરી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા..
—————————————
ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકા દ્વારા કાંકરેજ તાલુકાના ખોડા ખાતે આવેલ રાઘવ કોલ્ડ સ્ટોરેજમાં ખીમાણા જીલ્લા પંચાયત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ બ.કાં.જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાધેલાના અધ્યક્ષ સ્થાને બનાસબેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતાર,થરા માર્કેટયાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,બનાસડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી,ભારતસિંહ ભેટેસરીયા,કાંકરેજ તાલુકા સંઘના ચેરમેન અમરતભાઈ દેસાઈ,બનાસકાંઠા જિલ્લા કિશાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર,કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી,રમેશભાઈ જોષી,નિરૂભ વાઘેલાની ઉપસ્થિતિ માં કોંગ્રેસના યુવા અગ્રણી આગેવાન સુનિલભાઈ તરક અને તેમના સમર્થકોએ ભાજપાનો ખેસ પહેરી પાર્ટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પ ૨૦૪૭ અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે વિકાસલક્ષી સરકાર ના અભિગમથી પ્રેરાઈને ભાજપામાં જોડાયા હતા.જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાના સંવાદ થકી કાર્યકર્તાઓના મનોબળમાં નવો ઉમંગ ભરી દે તેવી આ બેઠકમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો. વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા સુનિલભાઈ ચૌધરી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ પાર્ટીમાં મોટું ગાબડું પડતાં રાજકીય ગરમાવો આવ્યો છે જોકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં ભુકંપ સર્જાતા હડકંપ મચી જવા પામ્યો છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!