GUJARATKHERGAMNAVSARI

ભાજપની જાન લીલા તોરણે પાછી ફરી – ચીખલી સહકારી મંડળીમાં આંતરિક તણાવે ભાજપનો મોકો છીનવી લીધો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ મંડળી લિ. ચીખલીમાં આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બેઠકમાં ભાજપ માટે શરમજનક અને રાજકીય રીતે હાનિકારક સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીમાં કુલ ૯ પ્રતિનિધિઓ ચુંટાઈ આવ્યા હતા, જેમાંથી ૫ કોંગ્રેસના, ૪ ભાજપના અને ૩ વ્યક્તિગત સભાસદ તરીકે હતા.બહુમતીના દાવા સાથે બેઠેલી ભાજપ પાર્ટી આંતરિક એકતાના અભાવે વિરોધીઓની હાજરી વગર પણ પોતાની તક ગુમાવી ગઈ. બેઠક નિર્ધારિત સમયે શરૂ થવાની જગ્યાએ પક્ષની આંતરિક ખીચતાણ અને પદ માટે થયેલા અહમના અથડાવને લીધે ભાજપ સ્વયં સમયસર સભા શરૂ કરી શકી નહીં.કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા, પરંતુ ભાજપે પોતાની બહુમતી હોવા છતાં પ્રોસેસ આગળ વધી ન શકતાં, કોરમ ન પૂરો થતાં આખી બેઠક મુલતવી કરવી પડી. આ રીતે એક સ્પષ્ટ બહુમતી ધરાવતી પાર્ટી પોતાની અંદરની અસમજૂતીઓના કારણે પોતે જ પાછળ ધકેલાઈ ગઈ. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ ફક્ત બહુમતીના દાવા કરીને નેતૃત્વ કરવાની લાયકાત ધરાવતી નથી. આંતરિક સંગઠનનો અભાવ અને નેતૃત્વની અછત ભાજપને ચીખલીની જેમ અન્ય મંચો પર પણ નુકસાન કરાવશે.

Back to top button
error: Content is protected !!