MEHSANAMEHSANA CITY / TALUKO

જિલ્લા કલેકટરે ખેલ મહાકુંભમાં વધારેમાં વધારે રજીસ્ટ્રેશન થાય તે પ્રકારનું આયોજન કરવા ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

ખેલ મહાકુંભ 3.O સંદર્ભે બેઠક યોજાઈ.

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 3.O નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટશ્રીએ મહેસાણા જિલ્લામાં ખેલ મહાકુંભમાં મહત્તમ રજીસ્ટ્રેશન થાય તે પ્રકારનું આયોજન કરવા ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના રમતવીરોને ખેલ મહાકુંભ અંગે જાણકારી મળી રહે તે પ્રકારનું આયોજન કરવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિરલ ચૌધરીએ મહેસાણા જિલ્લામાં ખેલ મહાકુંભ અન્વયે થયેલ રજીસ્ટ્રેશન તેમજ જિલ્લામાં આગામી સમયમાં તમામ તાલુકાઓમાં કરવામાં આવનાર રજીસ્ટ્રેશન સંદર્ભે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત જાણકારી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ની વયજૂથ અને ઓપન એજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપરના તેમજ ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે વિવિધ રમતો યોજાશે. ખેલ મહાકુંભ 3.0 અન્વયે જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. ૨૫-૧૨-૨૦૨૪ સાંજે ૬.૦૦ કલાક સુધી કરાવી શકાશે. ખેલ મહાકુંભમા ભાગ લેવા માટે નિયત વયજૂથનાં તમામ ખેલાડીઓએ વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ફરજીયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મહેશ કાપડિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શરદ ત્રિવેદી સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!