
તા.૦૪.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ભગીની સમાજ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ.આઇ.વી દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યુ
આજરોજ તારીખ ૪.૧૨.૨૦૨૪ ના બુધવારે ૧૨ કલાકે ૧લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણી નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ દ્વારા આયોજિત અને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી ઇન્ચાર્જ જિલ્લા ટીબી/એચઆઈવી અધિકારી એ. આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના પ્રમુખ ખાનચંદ ઉડવાણી, સેક્રેટરી અલીભાઈ ચુનાવાલા, ડાયરેક્ટર બાદલભાઈ પંચાલ, ચેર પર્સન શબ્બીરભાઈ નગદી, ચેર પર્સન મુકેશભાઈ માળી, ચેર પર્સન છોટુભાઈ બામણીયા,ચેર પર્સન રમેશભાઈ જોષી ના કરકમલો દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીને ધાબળા વિતરણ તથા પોષાક-આહાર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમના ભાગરૂપે ડાયરેક્ટર બાદલભાઈ પંચાલ અને ચેર પર્સન છોટુભાઈ બામણીયા દ્વારા રોટરી ક્લબ દાહોદ ના ઇતિહાસ અને તેના નેજા હેઠળ લોકોના હિત માટે સામાજિક કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જિલ્લા ક્ષય કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રીક ટીબી એચઆઇવી ઓફિસર ડોક્ટર એ. આર. ચૌહાણ દ્વારા એચઆઇવી
/એઇડ્સ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. ડિસ્ટ્રીક એડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ,એઆરટી સેન્ટર, લિંક વર્કર સ્કીમ, ટી. આઈ. વિગેરેના તમામ સ્ટાફઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.આ વર્ષે WHO ની ૨૦૨૪ ની થીમ “Take the right path:my health,my right”ના સૂત્ર સાથે એ.આર.ટી. સેન્ટર દાહોદ દ્વારા એચઆઇવી /એઇડ્સ વિષયક જનજાગૃતિ તથા દવાની મહત્વતા વિશે રોલ પ્લે દ્વારા સમજ આપવામાં આવી. ત્યારબાદ જરૂરિયાત મંદ લાભાર્થીને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી કુલ ૧૦૦ જેટલા લાભાર્થીઓને ધાબળા તથા પોષાક-આહારની ચેરિટી કરવામાં આવી. કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ યુનિટ, દિશા દાહોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ સદર કાર્યક્રમ મા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ ના દાતાઓ જીલ્લા કક્ષાનો આરોગ્ય સ્ટાફ SBCC ના સભ્યો અને દર્દીઓ હાજર રહ્યા હતાં




