GUJARATSINORVADODARA

સાધલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી રંગ સેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા નું વિતરણ કરાયું


ફૈઝ ખત્રી… શિનોર
વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી પંચવટી ગાર્ડન માં વિકલાંગ.હેન્ડિકેપ તેમજ જરૂરિયાતમંદ લોકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેવાકીય સંસ્થા વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ તેમજ શ્રી રંગ સેવા ટ્રસ્ટ તેમજ દાતા શ્રીમતિ કમરા બેન સી વાળંદ ના સંયુક્ત ઉપક્રમે અંદાજિત ૧૦૦ થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ સમયે આમંત્રણ ને માન આપી સાધલી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ સંકેત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ લોકોને સ્કૂલબેગ.ધાબળા.ટ્રાસિકલ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. આ બંને સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે.

Back to top button
error: Content is protected !!