
જુનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને અધ્યક્ષશ્રી જુનાગઢ જીમખાનાની પ્રેરણાથી જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જીમખાનાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ ૨૨-૦૩-૨૦૨૫ ના રોજ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસીય ચાલનાર આ ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં વિવિધ કચેરીના સરકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ અને જીમખાનાના સભ્યોએ ભાગ લીધો છે. જેમાં આજ રોજ બહેનો માટે અને તારીખ ૨૩ માર્ચના રોજ ભાઈઓ માટે સ્પર્ધા થશે. તેમજ વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવનાર છે. જિલ્લા કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવસીયા દ્વારા ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે તેઓએ પણ બેડમિન્ટન રમ્યા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આવતીકાલે તારીખ ૨૩-૦૩-૨૦૨૫ ના રોજ વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. આ પ્રકારના આયોજન થકી સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મયોગીઓમાં નવા ઉત્સાહનો સંચાર થાય અને તેઓની કાર્યશક્તિની સાથે સ્વાસ્થ્ય સુધરે તેવો ઉમદા ઉદેશ્ય રહેલો છે. જિલ્લા કલેકટરશ્રીએ આ પ્રકારના આયોજનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, નાયબ કલેકટરશ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અજય ઝાપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ અને સ્પર્ધકો હાજર રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






