GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત કુમાર શાળા ખાતે પ્રી વોકેશનલ અંતર્ગત બેગ લેસ ડે ની ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૧૮/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની કાલોલ કુમાર શાળામાં પ્રિ વોકેશનલ અંતર્ગત દસ દિવસની બેકલેસ ડે ની ઉજવણી થકી કાલોલ કુમાર શાળાના છ થી આઠ ના બાળકો એ આનંદપૂર્વક બેગ લેસ ડે માણ્યો. તેમણે સૌપ્રથમ કુંભારવાડાની મુલાકાત લીધી હતી. જ્યાં માટીમાંથી ચાકડા પર માટી મૂકીને એક લાકડી દ્વારા ચક્કર ફેરવી કુંભાર ની એક આવડત દ્વારા બનતા વિવિધ વાસણો ચાકડા ઉપર કેવી રીતે બને છે તેની સમજ શક્તિ મેળવી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ ચાકડો ફેરવી વાસણ બનાવવાનો જાત અનુભવ કર્યો હતો. ત્યારબાદ લોખંડના એક કારખાનામાં લેથ મશીન સાથે લોખંડનું કાર્યકરો દ્વારા કેવી રીતના કાર્ય કરવામાં આવે છે તે કાર્ય પદ્ધતિ નિહાળી અને તેમની સ્કિલ ડેવલોપ થાય તે અંતર્ગતની પ્રશ્નોત્તરી કરી હતી. શાળાના આસિસ્ટન્ટ શિક્ષક જયદીપસિંહ વાઘેલા હિમાનીબેન શાહ, કલ્પનાબેન અને હીનાબેન દ્વારા બાળકોને કેટલીક સૈદ્ધાંતિક સમજ પણ પૂરી પાડી હતી. સાથે સાથે કાલોલમાં આવેલી ગૌશાળા ની મુલાકાત કરી અને એક દિવ્ય આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. ગૌશાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ ની પણ ઝાંખી બાળકોએ કરી હતી ત્યારબાદ પાતાળેશ્વર મહાદેવની મુલાકાત લઇ અને ત્યાં બધાએ સમોસાની જયાફત માણી. આખા દિવસનો આનંદ માણ્યો હતો.

Back to top button
error: Content is protected !!