SAYLA

Sayla:સાયલા નાં વડિયા ગામે વાવાઝોડા ને કારણે છાપરુ તુટી પડતાં માતા,પુત્રી ને ગંભીર ઇજા.

સુરેન્દ્રનગર વિસ્તાર અનેક સ્થળોએ વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ સાયલા તાલુકા નાં વડિયા ગામે જોરદાર પવન ફૂંકાતા ,લાભુબેન બીજલભાઈ કટોસણા અને તેમની પુત્રી છાપરા નીચે કામ કરી રહ્યા હતા ત્યારબાદ અચાનક ઉપર થી માતા અને પુત્રી પર છાપરુ પડતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી,આ ઘટના અંગે જાણ થતાં ગામના લોકો દોડી ગયા હતા. ત્યારબાદ લોકોએ માતા, પુત્રીને છાપરાનો કાટમાળ હટાવી બહાર કાઢ્યા હતા. આ બંને માતા,પુત્રી ને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ પરિવારજનો સાથે માહિતી મુજબ, માતા લાભુબેન બીજલભાઈ કટોસણા ને વધુ ઈજાઓ પહોંચતા સાયલા થી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!