GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં એસ એસ સી અને એચ એસ સી પુરક પરીક્ષા નાં કુલ ૨૦૯૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે

મહીસાગર જિલ્લામાં એસ એસ સી અને એચ એસ સી પુરક પરીક્ષા નાં કુલ ૨૦૯૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે♦.

અમીન કોઠારી    મહીસાગર

મહીસાગર જિલ્લામાં અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા સંદર્ભમાં સ્થાયી પરીક્ષા સમિતીની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટર યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને લુણાવાડા કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી.

 

આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર યુવરાજ સિદ્ધાર્થે અગામી ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભય પણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એજણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પૂરક પરીક્ષાઓ તારીખ ૨૩ જૂન થી તારીખ ૦૩ જૂલાઇ સુધી યોજાશે

પૂરક પરીક્ષામાં ધોરણ ૧૦ ના અંદાજિત ૧૨૬૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહમાં ૨૧૦ અને ધોરણ ૧૨ ની વિજ્ઞાન પ્રવાહમાં ૬૨૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે એમ મળી કુલ ૨૦૯૦ વિધાર્થીઓ પરીક્ષામાં આપશે

બેઠકમાં પરીક્ષાના સંપૂર્ણ આયોજન, કાયદો અને વ્યવસ્થા, વિધાર્થીઓ પરીક્ષા સ્થળે સમય સર પહોંચી શકે તે માટે બસની વ્યવસ્થા, વીજ પુરવઠો ચાલુ રાખવો અને આરોગ્યની સુવિધા વ્યવસ્થા વગેરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સી વી લટા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!