
ફૈઝ ખત્રી…શિનોર..વડોદરા
વડોદરા જિલ્લાના શિનોર ખાતે હઝરત ખ્વાજા મકબુલ શફી ખાનકાહના તમામ ખલીફાઓ તથા ખ્વાજા મકબુલ શફી ખિદમત-એ-ખલ્ક કમિટીના તમામ સભ્યોના સહયોગથી અને એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ખ્વાજા મકબુલ શફી ખિદમત-એ-ખલ્ક કમિટી તથા એસ.એસ.જી. હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ અગાઉ પણ અનેક વખત બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, ખ્વાજા મકબુલ શફી ખિદમત-એ-ખલ્ક કમિટી દ્વારા સમાજહિતમાં વિવિધ સામાજિક અને સેવાભાવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવે છે.




