સ્વામી લીલાશાહ મહારાજની કુટીયા પર મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
૧૦૩ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી પાલનપુર ખાતે આવેલ સ્વામી લીલાશાહ મહારાજની કુટીયા પર મહર્ષિ લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં રાકેશભાઈ કેશવાની , યુનિટેક પેથોલોજી લેબોરેટરી વાળાએ રાહતદરે હતા અને દેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એચપી ન્યુટ્રીશન સેન્ટર પાલનપુર ના પવનભાઈ પ્રજાપતિ દ્વારા ફ્રી બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો અને હાથ પગના દુખાવા માટે આયુર્વેદિક તેલ માલિશ ના કેમ્પનો પણ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં પાલનપુર સિંધી સમાજ તેમજ પાલનપુર ખત્રી સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યો હતો આ કેમ્પને સફળ બનાવવા સ્વામી લીલાશાહ સેવા ટ્રસ્ટના સેવાધારીઓએ જહેમત ઉઠાવી બ્લડ કેમ્પ નું આયોજન ગાયત્રી બ્લડ બેન્ક ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું




