BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી સી.એચ.સી. ખાતે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આજે એસ.ડી.એચ. બોડેલીના પટાંગણમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ સિકલ સેલ, થેલેસેમિયા પીડિત દર્દીઓ તેમજ સગર્ભા બહેનોને ‘નો રિપ્લેસમેન્ટ’ આધારે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો.આ રક્તદાન શિબિરનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પાઉલ વસાવાના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી ઈ.ચા. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિકાસ રંજનના અધ્યક્ષ સ્થાને ૨૬ જાન્યુઆરીના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આયુષ બ્લડ બેંક, વડોદરાના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.રક્તદાન શિબિર દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી અને સમયસર લોહી ઉપલબ્ધ કરાવવાનો ઉમદા આશય રાખવામાં આવ્યો હતો. શિબિરમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફ તેમજ સ્વયંસ્ફૂર્ત રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન ઈ.ચા. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિકાસ રંજન દ્વારા રક્તદાનના મહત્ત્વ અંગે જનતાને માહિતગાર કરી વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી, જેથી લોહીની અછતના કારણે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ ન થાય.કેમ્પના અંતે કુલ ૨૫ યુનિટ રક્તસંગ્રહ કરવામાં આવ્યો હતો. અંતે બોડેલી ઈ.ચા. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વિકાસ રંજન દ્વારા શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ તેમજ સહયોગ આપનાર તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!