GODHARAGUJARATPANCHMAHAL

ગોધરાથી નાસિક જતી એસ.ટી બસ ઉપર હુમલો કરાતા ફરિયાદ નોંધાઈ

એસ.ટી બસના કાચ તોડી ડ્રાઈવર પર હુમલાનો પ્રયાસ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગોધરા ડેપોમાંથી નાસિક રૂટ પર જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસ સવારે આશરે સવા નવેક વાગ્યાના અરસામાં ગોધરા-વડોદરા હાઈવે પર કેશરી ઓટો કન્સલ્ટની સામે એક મોટરસાઈકલ ચાલક દ્વારા લાકડાના હાથા વડે હુમલો કરતા અફરાતફરી મચી જવા પામી હતી કેટલાક અસામાજિક તત્વોએ બસના કાચની ટોડ ફોડ કરી હંગામો મચાવ્યો હતો જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ અસામાજીક તત્વોએ બસમાં ડ્રાઈવર, કંડકટર અને રલ મુસાફર પર હુમલો કરવામાં આવતા બસના ડ્રાઈવરે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે મોટરસાઈકલ ચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધાઇ

 

 

પ્રાથમિક માહિતી મુજબ, ગોધરાથી નાસિક જવા નીકળેલી બસ જ્યારે કેશરી ઓટો કન્સલ્ટ પાસે પહોંચી હતી તે સમયે મોટરસાઈકલનો ચાલક એક ઈકકો ગાડીને પગથી ધક્કો મારીને લઈ જઈ રહ્યો હતો, જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો અને બસને આગળ વધવામાં અડચણ પડી રહી હતી. જેથી બસના કંડક્ટરે મોટરસાઈકલ ચાલકને ગાડી સાઈડમાં કરીને બસને જવા દેવા કહ્યું હતું. જેના જવાબમાં મોટરસાઈકલ ચાલકે કંડક્ટરને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જ્યારે કંડક્ટરે તેને ગાળો બોલવાની ના પાડતા ત્યારે તે ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલા લાકડાના ડંડા વડે બસના ડ્રાઈવર સાઈડ આવી દરવાજો ખોલીને ડ્રાઈવરને મારવાનો પ્રયાસ કર્યો હતો.

 

જેથી ડ્રાઈવરે તાત્કાલિક દરવાજો બંધ કરી દીધો હતો. જયારે મોટરસાઈકલ ચાલકે લાકડાના ડંડા વડે બસના ડ્રાઈવર સાઈડના પેસેન્જર બારીના કાચ ઉપર મારી દેતા કાચ તૂટી ગયો હતો અને બસને નુકસાન થયું હતું. ઘટનાના બનાવ બાદ આજુબાજુના લોકો ભેગા થઈ જતા મોટરસાઈકલ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

 

આ ઘટના અંગે ડ્રાઈવરે તેમના સુપરવાઈઝરને જાણ કરી બસને જુના લાલબાગ બસ સ્ટેશન ખાતે મૂકીને ડ્રાઈવર, સુપરવાઈઝર અને કંડક્ટર સાથે મળીને મોટરસાઈકલ ચાલક વિરુદ્ધ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!