વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન યૂથ વિંગ આણંદ દ્વારા હીજામા કેમ્પ યોજાયો

તાહિર મેમણ – આણંદ – 12/05/2025 – આજ રોજ આણંદ મુકામે અલાના પ્રાથમીક શાળા ખાતે ડબલ્યુ.એમ.ઓ. યુથ વિંગ આણંદ દ્વારા હિઝામા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રોગ્રામમાં પેટલાદનાં મશહુર હિજામા નિષ્ણાંત સૈયદ મુહમ્મદ વસીમબાપુ કાદરી દ્વારા તમામ દર્દીઓનો ઈલાજ કરવામાં આવેલ હતો.
આ કેમ્પને સારો એવો પ્રતિશાદ મળેલ અને આ કેમ્પમાં લોકોએ એમની તકલીફોનું ઈલાજ કરાવવાની સાથે સાથે આપણાં નબી(સ.અ.લ)ની સુન્નત પણ અદા કરી ખુસીની લાગણી અનુભવેલ હતી.
હિજામા કેમ્પમા ઉપસ્થિત મહેમાનોમાં આણંદ મેમણ જમાતનાં પ્રમુખ જનાબ રજાકભાઈ મેમણ બંગડીવાળા, અલાના પ્રાથમીક શાળાનાં સંચાલક રોશનબેન મેમણ, યૂથ વિંગ કન્વિનર રાજાભાઈ ડાયમંડ બેટરીવારા, અશરફી મેમણ વેલ્ફેર ટ્રસ્ટનાં પ્રમુખ કાદરભાઈ મેમણ, હસનભાઈ મેમણ, આરીફભાઇ મેમણ લકી બેટરીવાળા , પરવેઝસર વસોવાલા, ડબલ્યુ.એમ.ઓ. લાઈફ મેમ્બર હાજી અસફાકભાઈ ચશ્માવાલા અને પોરબંદરથી પધારેલ અમારા ખાસ મહેમાન પોરબંદર ડબલ્યુ.એમ.ઓ. યુથ વિંગનાં પ્રમુખ આકીબ હમદાની ડબલ્યુ.એમ.ઓ આણંદ સીટી ચેરમેન અશરફભાઈ મચ્છીવાલા, ડબલ્યુ એમ ઓ યુથ વિંગ આણંદના પ્રમુખ ઈમરાનભાઈ મેમણ (જામનગરી) અને યુથ વિંગની ટીમે તેમનો કિંમતી સમય ફાળવી હાજરી આપી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.




