AHAVADANGGUJARAT

Dang: ચારધામની યાત્રા કરી પરત ફરતી બસ સાપુતારા ઘાટમાર્ગે ખીણમાં ખાબકતા 5 મુસાફરોના મોંત જ્યારે 45 ઈજાગ્રસ્ત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા-માલેગામ ધાટમાર્ગમાં ચાર ધામની યાત્રા કરી પરત ફરી રહેલ ખાનગી લક્ઝરી બસ ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા સ્થળ પર 5 મુસાફરોનાં મોત નિપજ્યા જ્યારે 45 મુસાફરો ઇજાગ્રસ્ત બનતા અરેરાટી વ્યાપી જવા પામી હતી..

પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશથી ધાર્મિક પ્રવાસે નીકળેલી કુલ 4 જેટલી ખાનગી લક્ઝરી બસો, કે જે મહારાષ્ટ્રનાં નાસિકથી (ત્ર્યંબકેશ્વર) થઈ ગુજરાતનાં દ્વારકા તરફ જઇ રહી હતી ત્યારે,( ખાનગી લકઝરી બસ નંબર. UP.92.AT 0364 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ બસ ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.આ લકઝરી બસમાં આશરે 51 જેટલા મુસાફરો સવાર હતા.રાત્રીનાં વેળાએ અચાનક બસ ખીણમાં ખાબકતા રડારોળનાં રૂદનથી વાતાવરણ તંગ બન્યુ હતુ.જોકે આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને સાપુતારા પોલીસ અને માલેગામનાં ગ્રામજનોએ રેસ્ક્યુ કરી મુસાફરોને હેમખેમ બહાર કાઢી ખાનગી અને સરકારી વાહનો મારફતે તાત્કાલિક નજીકના શામગહાન સી.એચ.સી ખાતે સારવારનાં અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.જેમાંથી 5 જેટલા મુસાફરોનુ કરુણ મૃત્યુ થવા પામ્યુ હતુ.જ્યારે 24 જેટલા ગંભીર રીતે ઘાયલ દર્દીઓને, આહવા સિવિલ હોસ્પિટલ તથા સુરત સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.જ્યારે 21 જેટલા સામાન્ય ઇજા પામેલા દર્દીઓને, શામગહાન સી.એચ.સી ખાતે સારવાર આપવામા આવી રહી છે. જે માટે શામગહાન સી.એચ.સી, તેમજ સાપુતારા, સાકરપાતળ, અને ગલકુંડ પી.એચ.સીના તમામ મેડીકલ સ્ટાફને દર્દીઓની સેવામા તૈનાત કરાયા છે.આ સમગ્ર ઘટના અંગે ડાંગ જિલ્લા કલેક્ટર  મહેશ પટેલને વહેલી સવારે જાણ થતા તેઓ તુરત જ, વહેલી સવારના અંધકારમા ઇજાગ્રસ્ત મુસાફરોની જાત મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે,23 ડિસેમ્બર-2024નાં રોજ મધ્યપ્રદેશના ગુના, શીવપુરી અને અશોકનગર જિલ્લાની કુલ 4 જેટલી લક્ઝરી બસો મારફત, ભારતના ધાર્મિક પ્રવાસે નિકળેલા મુસાફરોની એક બસને, વહેલી સવારે સાપુતારા ધાટમાર્ગમાં ગંભીર અકસ્માત નડ્યો હતો.

ઘટના અંગેની જાણ થતા, ડાંગ જિલ્લાની વહિવટી તંત્રની સમગ્ર ટીમ દ્વારા, સંપુર્ણ નિષ્ઠાપુર્વક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.ઉપરાંત ઘટનામાં અકસ્માતે મૃત્યુ પામેલ મૃત્કોને તેઓના વતન મધ્યપ્રદેશમા મોકલવા માટે તંત્ર દ્વારા આનુશાંગિક વ્યવસ્થાઓ કરવામા આવી રહી છે. તો ઘાયલ વ્યક્તિઓને સંપુર્ણ સારવાર મળી રહે તે માટે પણ તંત્ર દ્વારા હોસ્પિટલમા તમામ વ્યવસ્થાઓ કરવામા આવી છે. જેમ જેમ આવશ્કતાઓ જણાશે તે મુજબ તંત્ર દ્વારા સંપુર્ણ પ્રયાસ કરવામા આવશે, તેમ પણ જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યુ હતુ.જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક સુનીલ પાટીલે ઘટના અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, આજે વહેલી સવારે એક બસને સાપુતારા માલેગામ ઘાટમાર્ગમા ગંભીર અકસ્માત નડતા, બસ ખીણમા ખાબકી હતી. જેની જાણ પોલીસને થતા સાપુતારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, હોમગાર્ડ જવાનો, તેમજ સ્થાનિક લોકોની મદદથી ઘાયલ થયેલા મુસાફરો માટે તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામા આવી હતી.મૃતક પાંચ લોકોમાં 3 પુરૂષ અને 2 મહિલા હતી.જ્યારે અન્ય ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. સાપુતારા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.આ અકસ્માતનાં પગલે લકઝરી બસનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ..

બોક્ષ:-(1)

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં બનેલ અકસ્માતની ગોઝારી ઘટનાની જાણ ડાંગ કલેકટર મહેશભાઈ પટેલને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે તથા શામગહાન સી.એચ.સી ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી મદદ પોહચાડી હતી.સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાર યાત્રાધામથી પરત ફરી રહેલી મધ્યપ્રદેશનાં 50થી વધુ પ્રવાસીઓથી ભરેલ ખાનગી બસ ખીણમાં ખાબકતા અફરા તફરી મચી જવા પામી હતી.જેમાં 5 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.આ અકસ્માતનાં બનાવની જાણ ડાંગ કલેકટર મહેશભાઈ પટેલને થતા તેઓ તુરંત જ શામગહાન સી.એચ.સી ખાતે દોડી આવ્યા હતા.અને વહીવટી તંત્રની ટીમને એલર્ટ કરી હતી.સાથે કલેકટર મહેશભાઈ પટેલે આજુબાજુની હોસ્પિટલોમાંથી ડૉકટરોને ઇમરજન્સીમાં બોલાવી લઈ ખડેપગે રૂબરૂ હાજર રહી ઇજાગ્રસ્તોની સારવાર કરાવી હતી.તેમજ વધુ ઇજાગ્રસ્ત દર્દીઓને આહવા તેમજ સુરત ખાતે રીફર કરવાની સૂચનાઓ આપી હતી.આ અકસ્માતનાં બનાવના પગલે ડાંગ કલેકટર મહેશભાઈ પટેલ,આહવા મામલતદાર યોગેશભાઈ ચૌધરી,સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પી.વી.પરમાર વહેલી સવારથી હોસ્પિટલમાં હાજર રહી ઇજાગ્રસ્તોનાં ખબર અંતર પૂછી મદદ પોહચાડી રહ્યા હતા.ત્યારે ડાંગ જિલ્લા કલેકટર મહેશભાઈ પટેલની સંવેદનાત્મક અને ઝડપી કામગીરીને મધ્યપ્રદેશનાં ઇજાગ્રસ્તોએ બિરદાવી હતી..  

બોક્ષ-(2)

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં જાંબાજ પી.આઈ.આર.એસ.પટેલની સંવેદનાત્મક અને ઝડપી તેમજ અસરકારક કામગીરીનાં પગલે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી હતી.અને મોટી માનવ હોનારત ટળી હતી.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલને મળસ્કે 4.45 વાગ્યાએ આ અકસ્માતની જાણ થતાની સાથે જ તેઓએ પ્રથમ ડાંગ જિલ્લા એસ.પી.યશપાલ જગાણીયા અને જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ તથા જનેશ્વર નલવાયાને જાણ કરી હતી.અને પી.આઈ.આર.એસ.પટેલે સમય બગાડ્યા વગર તુરંત જ માત્ર 10 મીનીટનાં સમયમાં જ પોલીસની ટીમો સાથે રાત્રીનાં અંધકારમાં તાત્કાલિક ધોરણે ખીણમાં ખાબકેલ બસ પાસે પોહચી ગયા હતા.અહી સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ સહિત પોલીસની ટીમો તથા માલેગામનાં ગ્રામજનો દ્વારા ખીણમાં ખાબકેલ બસમાંથી 50 જેટલા ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી પોલીસનાં ખાનગી તેમજ સરકારી વાહનો તથા એમ્બ્યુલન્સમાં ભરી સારવારનાં અર્થે નજીકની શામગહાન,સાપુતારા અને આહવા હોસ્પિટલ ખાતે  સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.બાદમાં શામગહાન હોસ્પિટલમાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ,એસટી.એસી સેલના નાયબ પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયા,આહવા પી.આઈ.એ.ડી.સુથાર,વઘઇ પી.એસ.આઈ. એમ.એસ.રાજપૂત સહિત જિલ્લાની પોલીસ ટિમો દોડી આવી હતી.અને ઇજાગ્રસ્તોની મુલાકાત કરી ખડેપગે ઉભા રહી માનવતાની મદદ પોહચાડી હતી.  

બોક્ષ-(3)

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં બસ અકસ્માતનાં દુર્ઘટનાની જાણ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક એવમ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલને થતા તેઓ તથા ગુજરાત આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન તેમજ મહામંત્રી દિનેશભાઇ ભોયે સાથે તુરંત જ શામગહાન સી.એચ.સી ખાતે દોડી આવ્યા હતા.અને ઇજાગ્રસ્તોને મળી મદદની સાંત્વના પાઠવી હાજર અધિકારીઓને સારવાર સહિત અન્ય મદદની સૂચનાઓ આપી હતી.જ્યારે આ બનાવની જાણ વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલને થતા તેઓએ પણ તુરંત જ વહીવટી તંત્રનાં ઉચ્ચ અધિકારીઓને ફોન કરી તેઓ સાથે સંકલન સાધી સહિયારો આપ્યો હતો.       

બોક્ષ-(4)

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં મળસ્કે સાડા ચાર વાગ્યાનાં અરસામાં ખાનગી બસ ખીણમાં ખાબકતા સમગ્ર વાતાવરણ રડારોળથી ગુંજી ઉઠયુ હતુ. અહી એક તરફ કડકડતી ઠંડી અને રાત્રીનો ગાઢ અંધકાર તો બીજી તરફ ખીણમાં ખાબકેલ બસમાં ફસાયેલ મુસાફરોનો હૈયા ફાટ રૂદનથી ઉપસ્થિત સૌ કોઈનું કાળજુ હચમચી ઉઠ્યુ હતુ.અહી ઘટના સ્થળે સમયની રાહ જોવા કરતા સાપુતારા પોલીસ મથકનાં જાંબાજ  પી.આઈ.આર.એસ.પટેલ અને પોલીસ કર્મીઓ અંધારાની પરવા કર્યા વગર ખીણમાં બચાવ કામગીરી માટે કૂદી પડ્યા હતા અને પોતાના જીવની પરવા કર્યા વગર રેસ્ક્યુ ઓપરેશન કરી તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા.સાપુતારા પોલીસની ટીમ તથા માલેગામનાં સરપંચ તન્મય ઠાકરે તથા ગ્રામજનોએ 50 જેટલા મુસાફરોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સરકારી તેમજ ખાનગી વાહનોમાં શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.સાથે સાપુતારા પોલીસની ટીમે તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ચા નાસ્તો અને પાણીની બોટલની વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી હતી.        

બોક્ષ:-(5)

સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ખીણમાં ખાબકેલ બસ અકસ્માતનાં મૃતકોની યાદી.(1)રતનલાલ દેવીરામ જાટવ ડ્રાયવર (ઉ. વ.41,રહે. વશલ્લા,મધ્યપ્રદેશ (2)ભોલારામ ફોસારામ કુશવાહ(ઉ. વ.55,રહે. રામગઢ મધ્યપ્રદેશ (3)ગુડ્ડિબેન રાજેશસિંહ યાદવ(ઉ. વ.60,રહે. રામગઢ મધ્યપ્રદેશ (4)બિજેન્દ્રસિંહ બાદલસિંહ યાદવ(ઉ. વ.55,રહે. બીજરૌની ભાદરવાડ મધ્યપ્રદેશ (5)કમલેશભાઈ બીસ્પાલસિંહ યાદવ(ઉ. વ.60,રહે. રામગઢ,શિવપુરીનાઓનું મોત નિપજ્તા આ પાંચેય મૃતકોની લાશ શામગહાન સી.એચ.સી ખાતે ખસેડી પી.એમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.                         

બોક્ષ-(6)

સાપુતારા-માલેગામ બસ અકસ્માતનાં ઇજાગ્રસ્તનાં નામોની યાદી (1) ચંપાબેન (2) શાંતિબાઈ મિશ્રીલાલ લોધા ઉ. વ.66 (3)બીરપાલસિંહ યાદવ ઉ. વ.61 (4)ઇન્દ્રવાન જય મંડલ સિંહ યાદવ ઉ 58, રહે.શિવપુરી મધ્યપ્રદેશ (5)ગનેશીબાઈ કાનુરામભાઈ કોલ્કા ઉ. વ.50 (6)ફૂલવા મીથીલેસ (7)રણબીર સિંહ યાદવ ઉ.વ 55 (8)શ્રીમતીબાઈ ફૂલસિંહ યાદવ ઉ. વ.60, રહે. ગોપલ પર મધ્યપ્રદેશ (9)બલરામ કિશોરકુમાર પટવા ઉ. વ.28, રહે.ગુવા મધ્યપ્રદેશ (10)રર્ણવીર સિંહ ચાપણ ઉ. વ.60 (11)કરાય મોહન ઉ. વ.50 (12)કરણ સિંહ (13)કિશ રામનરેશ યાદવ ઉ. વ.15 (14)વિકાશ સુનિલભાઈ યાદવ ઉ.વ.15 (15)રાજીરામ ગણેશરાવ ફૂલસાબ (16)મહિન્દ્રાસિંહ તોપનસિંહ યાદવ ઉ. વ.60, રહે.અશોક નગર, મધ્યપ્રદેશ (17)કૈલાશબાઈ મહેન્દ્રાસિંહ યાદવ ઉ. વ.65 (18)અજેય શિહ યાદવ (19)કુસુમબાઈ બહાદુરસિંહ યાદવ ઉ. વ.60 (20)મમતા બાહધ ઉ. વ.40 (21)ગોવિદ શિહ યાદવ ઉ. વ.55 (22)સુમલા (23)ગુલાબભાઇ (24) રાજ કુમારી (25)ચરણદાસ (26)બહાદુર સિહ ગોપીનાથ યાદવ ઉ. વ.72, રહે.માનપૂર (27)શ્રી કુમારી ઉ. વ.65 (28)રમેશ રાજુ બેરારી ઉ. વ.58 (29).કાલીબાઈ (30)અમરી બાઈ (31)કૈલાશબાઈ મહેદ્રાસિંહ યાદવ ઉ. વ.50 રહે. રાયગડ (32)છોટુ દાલચંદ્ર સેન ઉ. વ.25 (33)આશીરામ રજુલાલ જાતવ (34)દશરથ યાદવ ઉ.વ 56 (35)રામસકી બાઈ ઉ. વ.56 (36) રાજકુમાર કુલસિંહ (37)બીજીયાબાઈ ઉ. વ.40 (38)બજેન્દ્રસિંહ ઉ. વ.60 (39)ગજેન (40)ભગ્વતી ઉ. વ.50 (41)રાજેશ શિહ (42)સુધા વેરાગી (43)રાજા રમકીબાઈ યાદવ (44)સુયા બજરગી (45)કુલ કુમારી તમામ રે.ગુના, શિવપુરી અને અશોકનગર જિલ્લો મધ્યપ્રદેશ.

Back to top button
error: Content is protected !!