કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

કાંકરેજ તાલુકાના થરા રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
ભારત-પાકિસ્તાન યુદ્ધને ધ્યાને લઈ સમગ્રમાં દેશમાં માહોલ તંગ બન્યો છે.ત્યારે સરહદ ઉપર લડતા સૈનિકો અને આમ જનતા ને યુદ્ધના કારણે હાનિ થાય તો આવા સમયે દેશ માટે મદદરૂપ થવાય તે માટે ઠેરઠેર વિવિધ સમાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજો દ્વારા આ યુદ્ધની પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રેફરલ હોસ્પિટલ દ્વારા આજરોજ તા. ૧૨/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ સવારે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજે એકતા બતાવી રકતદાન કર્યું હતું. ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધીલિકન હોસ્પિટલ વોલન્ટરી બ્લડ સેન્ટર ડીસાના ડૉ.નીલમ દેસાઈ,દેવેન્દ્ર રાજપૂત,શ્રેયા ગોહિલ,દક્ષા જોષી, સુરજ નાયક,વિક્રમ સોલંકી સહીત સ્ટાફ દ્વારા થરા કોલેજના શિક્ષક ગોવિંદભાઈ મુંધવા સહીત ડોનેટરો ના ૧૩ બોટલ રકત એકત્રિત કરતા સોના ચેરીટેબલ ટ્રસ્ટ થરાના સઈદ મેમણ,રફીક મેમણનો સહયોગ રહ્યો હતો.ડૉ. અશોકભાઈ ગૌસ્વામી સાથે ડૉ. મિલનભાઈ દરજી સહીત તેમની ટીમ હાજર રહી દરેકનો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






