ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : અરવલ્લી જિલ્લામાં વન્યપ્રાણીઓ અ-સુરક્ષિત મેઘરજ રેન્જમાં 4 નીલગાયનો શિકાર,ફોરેસ્ટ વિભાગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : અરવલ્લી જિલ્લામાં વન્યપ્રાણીઓ અ-સુરક્ષિત મેઘરજ રેન્જમાં 4 નીલગાયનો શિકાર,ફોરેસ્ટ વિભાગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

અરવલ્લી જિલ્લામાં વન્યપ્રાણીઓ અસુરક્ષિત હોવાની ઘટના બનવા પામી છે.મેઘરજ રેન્જના ગોઢા બીટ વિસ્તારના આઢોડિયા રેવન્યુ વિસ્તારમાં ગત તા.૬ ડિસેમ્બરની રાત્રિના સમય નીલગાયોના શિકાર થયો હોવાનું જીવદયાપ્રેમીઓના ધ્યાને આવતા જીવદયાપ્રેમીએ વન વિભાગને ઘટનાની જાણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.બાતમી આઘારે રેન્જ ફોરેસ્ટનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા.મેઘરજના આઢોડિયા રેવન્યુ વિસ્તારમાં થી અજાણ્યા શંકાસ્પદ ઇસમો પોતાની મોટરસાઇકલ નાખી દઇ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.અજાણ્યા ઇસમોએ અલગ-અલગ જગ્યાએ ચાર નીલગાયનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું.રેન્જ ફોરેસ્ટ વિભાગે મુદ્દામાલ કબ્જે લઈ,અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની તપાસ હાથ ધરી હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું.આ રેન્જ વિસ્તારમાં કેટલા વન્યજીવોનો શિકારીઓ શિકાર કરતા હશે તેના સામે પણ સવાલો ઉઠ્યા છે.વન્ય જીવોનો શિકાર કરી તેનું માંસ અન્ય જગ્યા એ મોકલવામાં આવતું હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા આવી ઘટનાઓનું પૂર્ણાવર્તન ન થાય તે માટે ગંભીરતા દાખવે તે જરૂરી,વન્યજીવોને રક્ષણ મળે તે દિશામાં અને આરોપી ને ઝડપી દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.આવી ઘટનાઓ થી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!