નર્સિંગ એસોસિયેશન વાવ થરાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

બનાસકાંઠા થરાદ ખાતે નર્સિંગ એસોસિએશન વાવ થરાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા અંગદાન જાગૃતિ કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર સન્માનનીય ડોક્ટર ગણ તથા થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, THO એચ. વી. જેપાલ સાહેબ,તથા અજયભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ડોક્ટર કરસનભાઈ આર પટેલ દ્વારા અંગદાન જાગૃતિ વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું તથા આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા લોકોએ રક્તદાન કરી તેમની ખુશી વ્યક્ત કરી હતી તેઓ દ્વારા જાણવા મળ્યું કે રક્તદાન કરવાથી આપણે જીવિત હોઈએ ત્યારે પણ લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ પરંતુ અંગદાનમાં એ જાણવા મળ્યું કે આપણું મૃત્યુ થયા પછી પણ આપણે કોઈકને જીવિત રાખી શકીએ છીએ માટે રક્તદાનની સાથે સાથે અંગદાન કરવું એ પણ ખૂબ જ અનિવાર્ય છે આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશન વાવ થરાદના નર્સિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ સાથ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં 52 લોકોએ બ્લડ ડોનેશન કરીને 52 બોટલો એકત્ર કરી હતી તથા gસો ટકા થી વધુ અંગદાન રજીસ્ટ્રેશન કરી સૌ ખુશીની લાગણી અનુભવી હતી આદર્શ બ્લડ બેન્ક થરાદ નો ખૂબ સાથ સહકાર મળ્યો હતો ત્યાર બાદ કાર્યક્રમની આભાર વિધિ નર્સિંગ એસોસીએશનના ચેરમેન અલ્પેશભાઈ જોગચંદ દ્વારા કરવામાં આવી હતી





