દીયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે
દીયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
પ્રતિનિધિ દીયોદર-કલ્પેશ બારોટકાર્યકરોએ બ્લડ ડોનેશન કરી સેવાનું કાર્ય કર્યું છે : કેશાજી ચૌહાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ૧૭ મી સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી વિવિધ જન-જન સેવા કાર્ય થકી સેવા પખવાડિયા તરીકે કાર્યકરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દીયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે દીયોદર ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં દીયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મુકાયો હતો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું જેમાં એકઠું થયેલ રક્ત ને અનુભવ વોલન્ટરી બ્લડ બેંક ખાતે મોકલવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ડૉ હસુભાઈ ચૌધરી, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દવે, મહામંત્રી રઘાભાઈ પટેલ, ભરતભાઈ સોનપુરા, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ નાઈ, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ઠક્કર, રમેશભાઈ ચૌધરી, અમરતભાઈ ભાટી, ભવાનજી ઠાકોર, પી કે ઠાકોર, અનુપજી ઠાકોર, મેરાજભાઈ દેસાઈ, જોરાજી ઠાકોર, સોવનજી ચૌહાણ, સહિત ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા