હાલોલ:લગુ ઉધોગ ભારતી હાલોલ ઈકાઈ દ્વારા આજ રોજ હાલોલ ખાતે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૪.૨૦૨૫
લગુ ઉધોગ ભારતી હાલોલ ઈકાઈ,જિલ્લા ઉધોગકેન્દ્ર તેમજ સિપેટ ના સહયોગ થી ધ્વનિત બેંકેટ હોલ ખાતે હાલોલ ના આંગણે લગુ ઉધોગ ભારતી નો 32 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો.લગુ ઉધોગ ભારતી ની સ્થાપના અંદાજીત આજ થી 32 વર્ષ પહેલાં નાગપુર ખાતે થયેલ હતી. સમગ્ર ભારત માં એક લાખ થી પણ વધુ સભ્યો અને ગુજરાત રાજ્ય માં દસ હજાર થી પણ વધુ સભ્યો ધરાવતી આ rss દ્વારા ચલાવતી એક રાષ્ટ્રીય સંસ્થા છે.ભારત ભર ના બધાજ રાજ્યો તેમજ જિલ્લાઓ તેમજ તાલુકા ઓ મલી ને 770 જગ્યા એ લગુ ઉધોગ ભારતી કામ કરી રહી છે.જેમાં હાલોલ ઈકાઈ 1995 થી આ સંસ્થા સાથે જોડાઈ ને 355 થી વધુ સદસ્યો ધરાવે છે.લગુ ઉધોગ ભારતી નાના એકમો ને પડતી સરકારી-અર્ધ સરકારી કે કોઈ પણ દ્વારા પડતી તકલીફો નો અવાજ બની ને નાના એકમો કાર્યરત રહે તે માટે હંમેશા તેમની સાથે રહે છે.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર,જિલ્લા ઉધોગ કેન્દ્ર ના આર એસ પટેલ,ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડો,પી એસ દવે,હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર,lub પંચમહાલ જિલ્લા પ્રમુખ ભાવિન તનેજા, ગુજરાત પ્રાંત એકઝીકેટીવ મેમ્બર અને દાહોદ,પંચમહાલ ના પ્રભારી રમેશભાઈ પટેલ,હાલોલ ઈકાઈ પ્રમુખ મદનલાલ ભટ્ટ, પ્લાસ્ટીક એક્સપર્ટ નમન મરજાદી,વિનોદ ભાઈ વાનાની,નાગર મલ કેડીયાજી,સચિન ભાઈ શાહ, મસવાડ જી આઈ ડી સી ના પ્રમુખ વિજયભાઈ પટેલ,હસમુખ ભાઈ સંગવી,તેમજ તમામ હોદેદારો તેમજ હાલોલ ના ઉધોગકાર મિત્રો આ કાર્ય ક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમીયાન અધિકારીઓ દ્વારા પ્લાસ્ટિક ઉધોગ માં ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કઈ રીતે કરી શકાય તેમજ ગવર્મેન્ટ દ્વારા તેમાં સુ ફાયદા મળે તેના વિશે તેમજ જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા નાના-મોટા એકમો માં ગવર્મેન્ટ તરફ થી મળતી સબસીડી વિસે વિસ્તૃત માં માહિતી આપી હતી.