BHARUCHGUJARATNETRANG

નેત્રંગ તાલુકામાં બોડઁની પરીક્ષાનો પ્રારંભ પોલીસતંત્ર-આગેવાનોએ કુમકુમ તિલક કરી વિધાથીૅઓનું સ્વાગત કરાયું.

નેત્રંગ તાલુકામાં બોડઁની પરીક્ષાનો પ્રારંભ પોલીસતંત્ર-આગેવાનોએ કુમકુમ તિલક કરી વિધાથીૅઓનું સ્વાગત કરાયું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૨/૦૩/૨૦૨૩

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો તા.૧૧ મી માર્ચથી ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ત્યારે નેત્રંગ તાલુકા ભરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ – ૧૦ અને ૧૨ ની બોર્ડની નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલ અને એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિધાલય થવા કેન્દ્ર ઉપર ધોરણ-૧૦ માં ૧૭૬૨ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ માં ૧૦૩૩ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ-વાલીઓ સમયસર હાજર થઇ ગયા બાદ નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને સામાજીક-રાજકીય આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરી મોઢું મીઠુ કરવાની પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ શાંતિપુણઁ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે આચાયૉ-શિક્ષકો અને શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ, નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એન.સિંગ તેમજ સ્ટાફ પરીક્ષા કેન્દ્રો પર ખડેપગે તૈનાત

છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!