GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડાના કોઠંબામાં બીઓબી નું એટીએમ મશીન શોભા ના ગાંઠિયા સમાન.

મહીસાગર જિલ્લાના લુણાવાડા ના કોઠંબામા બીઓબીનું એટીએમ મશીન શોભાના ગાંઠિયા
સમાન…

 

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર

એટીએમ અને એન્ટ્રી મશીન બંધ રહેતા ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે

લુણાવાડાના કોઠંબા ગામે બેંક ઓફ બરોડામાં આજુબાજુના 25 ગામો ઉપરાતના લોકો ખાતા ધરાવે છે, આ બેન્ક આજુબાજુના ગામો થઇને મોટી બેન્ક છે.

બેન્કમાં ગ્રાહકો માટે એટીએમ મશીન અને એન્ટ્રી મશીન શોભાના ગાંઠીયારૂપ બની રહેતા બેંકના ગ્રાહકો ખૂબ જ અગવડતા અનુભવી રહ્યા છે.

બેંક ઓફ બરોડાનું એટીએમ મશીન લગાવ્યુ ત્યારથી અવારનવાર બંધ રહેતા ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકતા નથી તેનું રિનોવેશન કરવામાં આવે છે, પરંતુ બેંકના ગ્રાહકો માટે માત્ર શોભાના ગાંઠીયા સમાન સાબિત થયું છે.

બેન્કનો સ્ટાફ હીન્દી ભાષા બોલતો હોય ગામડાના અભણ ગ્રાહકો સમજી શકતા નથી જેથી ગુજરાતી ભાષા બોલે તેવો સ્ટાફ મુકવા ગ્રાહકોની લાગણી અને માંગણી છે.

બેન્કમાં ગ્રાહકોને અનેક પ્રકારની તકલીફ પડી રહી છે જેનો તાકીદે ઉકેલ લાવવા ગ્રાહકોની પ્રબળ માંગ છે.

Back to top button
error: Content is protected !!