BANASKANTHAGUJARATPALANPUR
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરનુ ગૌરવ

10 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર મા બાપ વિહોણી સવૅ જ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે ધાનેરાના માનનીય ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈના હાથે એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરની વિધાર્થીની ચૌધરી રમીલાબેન કામાભાઈ અભ્યાસની સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત યોગ ટ્રેનર ટ્રેનીંગ લઈ યોગ ટ્રેનર તરીકે સર્ટીફીકેટ પ્રાપ્ત કરી યોગ ક્લાસ શરૂ કરી સમાજ સેવાનું કાર્ય કરેલ છે.નાની ઉંમરમાં યોગ ટ્રેનરનુ પદ પ્રાપ્ત કરી કુલ 06 યોગ સાધકના ક્લાસ અત્યાર સુધી કરેલ છે.અને કોલેજમાં પણ આંતર કોલેજ યોગાસન અને કબડ્ડી જેવી સ્પધૉમાં પણ ભાગ લીધેલ છે. તે બદલ સવૅ જ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા અને ધાનેરાના માનનીય ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈના હાથે સન્માન કરવામાં આવ્યું હતું તે બદલ સંસ્થા પરીવાર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.




