આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરતા છોટાઉદેપુરના બોડી બિલ્ડર હુમાયુમકરાણી.


દુબઇ ખાતે યોજાયેલીICN PRO MEN’S PHYSIQUE માં ઓવરઓલટાઇટલજીતનાર ભારતના પ્રથમ ખેલાડી
ઇન્ડિયન આર્મીની જોબ છોડીને બોડી બિલ્ડીંગમાં કરિયર બનાવ્યું- હુમાયુ
કોઈપણ વ્યક્તિ તેનું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે, બસ જરૂર છે સતત પ્રયત્ન અને દૃઢ મનોબળની. આવી જ વાત છે છોટાઉદેપુરના યુવા બોડી બિલ્ડર સઈદ અલી ઉર્ફે હુમાયુમકરાણીની.
હુમાયુમકરાણીએ વર્ષ ૨૦૧૪થી બોડી બિલ્ડિંગ માટેની શરૂઆત કરી હતી. શરૂઆતમાં દરરોજ બે કલાક વર્કઆઉટ કરતા હતા. પહેલેથી જ ભારતીય સેનામાં જોડાવાનું સપનું હતું. તેથી વર્ષ ૨૦૧૬માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા. પરંતુ, બોડી બિલ્ડિંગના સ્વપ્નને સાકાર કરવા તેમણે વર્ષ ૨૦૧૯માં આર્મીની નોકરી છોડીને કોઈ પણ કોચ વગર જાતે બોડી બિલ્ડીંગ માટે તૈયારી કરી હતી.૨૦૨૧માં કોચની જરૂર જણાતાચંદીગઢનાપ્રિયામમહાજનને કોચ તરીકે પંસદકર્યા.જે હાલ તેમના કોચ છે.
હુમાયુમકરાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ ફિલ્ડ સખત મહેનત માંગી લે છે. હું વર્ષ ૨૦૧૪થી બોડી બિલ્ડીંગ સાથે જોડાયેલોછું.મેં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય ઉપરાંત તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
તેમણે જે સંસ્થા સાથે જોડાયેલા છે તે આઈ.સી.એન. ઇન્ડિયા વિશે જણાવ્યું હતું કે, આ સંસ્થા ફકત નેચરલ બોડી બિલ્ડીંગ સાથે કામ કરે છે, તેમાં નેચરલ બોડી બિલ્ડર્સ જ ભાગ લઈ શકે છે. સ્ટીરોઈડ કે અન્ય દવાઓ લેતા બોડી બિલ્ડર ભાગ લઈ શકતા નથી. આ સંસ્થામાં ભાગ લેવા ઇચ્છુકરમતવીરોના વિવિધ મેડિકલ રિપોર્ટ કરીને અમેરિકા મોકલવામાં આવે છે, જો દવા લીધેલ માલુમ પડે તો તે ખેલાડી પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દવાઓના ઉપયોગ કરતા નેચરલ રીતે જ બોડી બનાવવી જોઈએ. નેચરલમાં થોડો સમય લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે સારું છે. હું શરૂઆતમાં ઓછું વર્કઆઉટ કરતો હતો, પરંતુ હવે પ્રોપરવર્કઆઉટ અને ડાયટફોલો કરું છું.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર





