AHAVADANGGUJARAT

આહવા તાલુકાના માલેગામમાં બોગસ એનજીઓનો પર્દાફાશ :આદિવાસી ખેડૂતો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

બોરિંગ સબસિડીના નામે પ્રતિ લાભાર્થી દીઠ  ₹21,800 વસૂલ્યા; અગાઉની ફરિયાદ છતા તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો..

ડાંગ જિલ્લામાં ફરી એકવાર બોગસ એનજીઓ દ્વારા આદિવાસી ખેડૂતોને નિશાન બનાવી મોટી છેતરપિંડી આચરાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં “જેરીકો યુનિવર્સલ વર્લ્ડ” નામની એક એનજીઓએ આહવા તાલુકાના માલેગામ વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે સબસિડીયુક્ત બોરિંગ સુવિધા અપાવવાની લાલચ આપી પ્રતિ લાભાર્થી દીઠ રૂપિયા 21,800 મુજબ નાણાં વસૂલ્યા હોવાનું બહાર આવ્યું છે.મળતી માહિતી મુજબ, 11થી વધુ ખેડૂતો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. એનજીઓ દ્વારા બોરિંગનું કામ કરાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ન તો કોઈ કામગીરી હાથ ધરાઈ અને ન તો ખેડૂતોને નાણા પરત આપવામાં આવ્યા. પરિણામે પીડિત આદિવાસી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.વિશેષ નોંધનીય બાબત એ છે કે, આ જ એનજીઓ દ્વારા અગાઉ પણ આહવા વિસ્તારમાં સમાન પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હતી. તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં અસરકારક તપાસ હાથ ધરવામાં આવી નહોતી.જેના કારણે આ ટોળકી ફરી સક્રિય થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.જિલ્લા તંત્રની આ નિષ્ક્રિયતા સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે.ઘટનાની જાણ થતાં જ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પીડિત ખેડૂતો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા છેતરાયેલા નાણાં પરત અપાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતોની યાદી જોઈએ તો: (1)રામદાસભાઈ ગોવિંદભાઈ હડસ – ₹21,800.(2)પાંડુભાઈ મંગળ્યાભાઈ ગાયકવાડ – ₹21,800 .(3)પીન્ટુભાઈ આનંદભાઈ ભોયે – ₹21,800.(4)દેવરાજભાઈ બદાભાઈ ચોયો – ₹21,800.(5)બાલુભાઈ રતનભાઈ ઠાકરે – ₹21,800.(6)મીરાબેન પાંડુભાઈ ઠાકરે – ₹21,800 (7)ગુલાબભાઈ સીવદાસભાઈ પવાર – ₹21,800 (8)ચીમનભાઈ દેવરાજભાઈ દળવી – ₹21,800

(9)સીતારામભાઈ ભાવર્યાભાઈ ભોયે – ₹21,800

(10)સોમાભાઈ માહદયા ગાયકવાડ – ₹21,800 (11)કેતન પરમાર – ₹21,800 જ્યારે જોગબારી ગામના પીડિત ખેડૂતોમાં:(1)કાશીનાથભાઈ સખારામભાઈ ગાયકવાડ – ₹21,800 (2)સીતારામભાઈ કળાભાઈ ગાયકવાડ – ₹21,800

(3)ભીમાભાઈ કાળાભાઈ ગાયકવાડ – ₹21,800.આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ નિષ્પક્ષ અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તથા પીડિત ખેડૂતોને નાણાં પરત અપાવવામાં આવે તથા ભવિષ્યમાં આવી છેતરપિંડી અટકાવવા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ જોર પકડી રહી છે..

Back to top button
error: Content is protected !!