બોગસ નર્સિંગ કોલેજ મામલો : ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી કાયદેસર કાર્યવાહીની માંગ કરી

બોગસ નર્સિંગ કોલેજ મામલો : ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી કાયદેસર કાર્યવાહી ની માંગ કરી
યુવાનોને તેમના ડોક્યુમેન્ટ પાછા મળે અને તેમની સ્કોલરશીપ મળે તેવા અમે પ્રયાસ કરીશું: ચૈતર વસાવા
નર્મદા : જુનેદ ખત્રી
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજનો પર્દાફાશ કર્યો હતો. આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાના કલેક્ટર અને એસપી કચેરી સામે મોટી સંખ્યામાં યુવાનોની સાથે રાખીને ધરણા ઉપર બેઠા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 150થી વધુ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા અને તેમણે જણાવ્યું કે માં કામલ નર્સિંગ કોલેજમાં તેમણે ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને લાખોની ફી ભરીને એડમિશન લીધું, ત્રણ વર્ષથી કોઈ સ્કોલરશીપ આપવામાં આવી નથી, ત્રણ વર્ષથી કોઈ કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી, કે આજ સુધી કોઈ યુનિવર્સિટી જોઈ નથી. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફીસ કરી હતી તેમને પણ પરીક્ષામાં બેસવા દીધા નથી. જેના કારણે વિદ્યાર્થીઓના ત્રણ ચાર વર્ષ બગડી ગયા છે અને તેઓનું ભવિષ્ય અંધકાર પણ બન્યું છે. આજે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં છે. આ સમગ્ર મામલાની ફરિયાદ મળતા મેં નર્સિંગ કોલેજની મુલાકાત લઈને જોયું કે બોગસ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને નર્મદા પોલીસ અધિક્ષકને આ મુદ્દા પર ફરિયાદ કરી હતી.
અમે સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ કે આટલા દિવસોથી સરકારે આ કેસ પર શું તપાસ કરી? કેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ પાછા અપાવ્યા? કોલેજનો એક વ્યક્તિ બધા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ લઈને ફરે છે તો તેની પાસેથી ડોક્યુમેન્ટ લઈને વિદ્યાર્થીઓને શા માટે ડોક્યુમેન્ટ પાછા નથી અપાવી શકતા? અમારી સ્પષ્ટ માંગણીઓ છે કે, વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની ફી ભરી છે તો ત્રણ વર્ષનો કોર્સ કરાવી દો, કોચિંગ અને પ્રેક્ટિસ કરાવી દો અને તમામ રીતે શૈક્ષણિક કામકાજ પૂરું કરો અને ત્રણ વર્ષની શિષ્યવૃત્તિ અપાવો અથવા તો ત્રણ વર્ષની ફી પાછી અપાવી દો. જો આ લોકો ગુજરાતની સંલગ્ન કોઈ યુનિવર્સિટી સાથે કોર્સ પૂરો કરાવી દે છે અને જી.એન.એમ ક્લિયર કરાવે તો પણ ઠીક છે અને એની સાથે સાથે ત્રણ વર્ષની સ્કોલરશીપ પણ વિદ્યાર્થીઓને જોઈએ. જો આ લોકો આ તમામ બાબતની બાંહેધરી લેતો આપણે આપણું કાર્યક્રમ સ્થગિત કરીશું. પરંતુ આવી કોઈ બાંહેધરી લેવામાં આવશે નહીં તો આપણે કોલેજ સામે ધરણા દઈશું. 7000 વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના ઘટી ગઈ ત્યાં સુધી સરકાર શું કરી રહી હતી, આ મારો સવાલ છે.
જે પણ FIR થવાની છે તે સરકારી એફઆઈઆર કરવાની રહેશે. નર્મદા જિલ્લાના RMOએ એફઆઇઆરમાં પોતે મુખ્ય અરજદાર રહેશે તેવી બાંહેધરી લીધી છે. અમારે આ મુદ્દા પર સરકારી FIR જ જોઈએ છે કારણ કે અમે નથી ઈચ્છતા કે કોઈ પણ વિદ્યાર્થીઓને એફઆઇઆર કરવા બદલ હેરાન પરેશાન કરવામાં આવે.





