હાલોલ:પવન ચક્કી લઈ જઈ રહેલા ટેલર સાથે બોલેરો ગાડી ભટકાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,13 લોકો ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સના સાયરન થી હાઈવે ગુંજી ઉઠ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૮.૨૦૨૫
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર પવન ચક્કી લઈ જઈ રહેલા ટેલર સાથે બોલેરો ગાડી ભટકાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત બોલેરો ગાડી માં સવાર 13 ને પહોચી ગંભીર ઈંજાઓ પોહચી હતી, તમામ ઇજાગ્રસ્તો ને પ્રાથમિક સારવાર હાલોલ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર જન્માષ્ઠમી ના દિવસે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન હાલોલ ના ગોપીપુરા ખાતે આવેલ મહિન્દ્રા ક્લબ રિસોર્ટ માં કામ કરતા કર્મચારીઓ પોતાની નોકરી પૂરી કરી તેમના ભાડે રાખેલા ઘરે જઈ રહ્યા હતા દરમ્યાન હાલોલ વડોદરા ગોધરા બાયપાસ રોડ પર એક હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન પવન ચક્કી ની પાંખ લઇ રોંગ સાઇડ થી આવી રહેલા ટેલર સાથે ધડાકાભેર બોલેરો ગાડી નો અક્સ્માત સર્જાયો હતો મોડી રાત્રે અચાનક અક્સ્માત સર્જાતા બોલેરો ગાડી માં સવાર લોકોની ચિચકારીઓ ઉઠવા પામી હતી બનાવની પગલે રાહદારીઓ તેમજ આજુબાજુના લોકો દોડી બચાવ કામગીરી કરી બોલેરો ગાડી માં ફસાઈ ગયેલા 13 લોકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હાલોલ સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ તમામ ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે લઈ જવા માટે 6 એમ્બ્યુલન્સ ની મદદ મેળવી સારવાર અર્થે ખસેડતા આ વિસ્તાર એમ્બ્યુલન્સો ના સાયરન થી ગુંજી ઉઠ્યું હતું એક સાથે આટલી બધી એમ્બ્યુલન્સો દોડધામ કરતા લોકો અક્સ્માત ગંભીર થયો હોવાને લઈને ઘટના સ્થળે લોકટોળા જામી ગયા હતા એક તરફ ના વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો જોકે બનાવ અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસ ને થતા ઘટના સ્થળ પર દોડી આવી ટ્રાફિક નિયમન કરાવતા મોડી રાત્રે રાબેતા મુજબ તે રોડ પર ના વાહન વ્યવહાર ચાલુ થઇ ગયો હતો જોકે બોલેરો ગાડી માં સવાર 13 ઇસમોને ઇજા વધારે હોવાને પ્રાથમિક સારવાર હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે આપી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તો ના નામ ની યાદી
(૧) સુરજ દુર્ગનાથ સિંગ,(૨)રોશની રંજન રોય,(૩)ગોપાલ હરીલાલ તિવારી,(૪)રાજેશ ગૌતમ જાટવ,(૫) આરજુ શાહ અંસારી,(૬) બાલવીર ઓમપ્રકાશ કુશવાહ,(૭) આકાશ વિનાયક એકોલર,(૮)અનિલ તારારામ કુમાર,(૯)મનીષ કાલુ પારગી,(૧૦)અજય ગજેન્દ્ર સિંઘ,(૧૧) સૌરભ વિનોદકુમાર તોમાર,(૧૨)મનોજ યાદવ,(૧૩) અંકિત કુમાર..









