બનાસકાંઠા જીલ્લા ગ્રાન્ટેડ ઉ.મા. વિભાગના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ મંડળીની ઓફિસ ખાતે તા.10 ઓગસ્ટ 2024 ના રોજ મંડળીમાં જોડાયેલ સભાસદ મિત્રોને વર્ષ 2023-24 ના બોનસ પેટે સફારી કંપની ની(મેગનમ) બેગનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મંડળીના ચેરમેન વિપુલભાઈ જોષી,તથા મંત્રી વિનય કુમાર રાવ ના માર્ગદર્શન હેઠળ તથા વ્ય.કમિટીના મંત્રી બાબુજી રાજપૂત તથા ગણપતસિંહ રાજપૂત તથા ડિરેક્ટર બાબુભાઈ પટેલ તથા કે.એમ.પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વાય ડી મરેડીયા, વિજયભાઈ રાવલ, હરેશભાઈ પવાયા,રતુજી રાણા, ભરતભાઈ ચૌધરી એ બોનસ ખરીદીમાં સમય ફાળવી સ્વ ખર્ચે ફાળો આપ્યો હતો. આ બેગની ખાસિયત એ છે કે તે ઇન્ટરનેશનલ ૫ વર્ષની ગેરંટી આપે છે, તે વર્લ્ડ ના કોઈપણ ખૂણે બદલાવી શકાય છે તેમાં સફારી કંપની દ્વારા પાસવર્ડ લોક મૂકવામાં આવ્યો છે જે સલામતી ની ખાતરી આપે છે આ બાબત ની માહિતી વિગતો સભર આપતાં મંડળી ના વ્ય. કમિટી મંત્રી શ્રી બાબુજી રાજપૂતે જણાવ્યું હતું.