
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શનમાં શરુ કરવામાં આવેલી ‘Catch the Rain’ અભિયાન અંતર્ગત ખેરગામ તાલુકાના વિભિન્ન ગામોમાં વોટર હાર્વેસ્ટિંગ બોરવેલની વાડ ગામથી ખાતમુહૂર્ત કરીને શુભારંભ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરાવ્યો હતો.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઇ પટેલ,જિલ્લા પંચાયત સભ્ય ભીખુભાઇ આહીર, જિલ્લા આરોગ્ય ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા,ગામના મહિલા સરપંચ અંજલિબેન ચેતનભાઈ પટેલ, જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ગરાસીયા,જિલ્લા ભાજપ મંત્રી તર્પણ બેન,મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન,સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી વરસાદનું પાણી સીધું વહી જતું હતું,પરંતુ રેઈન વોટર હરવેસ્ટિંગ યોજનાથી વરસાદી પાણીનો સંગ્રહ થશે જેને જમીનમાં ઉતારી તેનો ઉપયોગ કરવામાં આવશે.વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારતા ભૂગર્ભ જળસ્તર વધશે તેનાથી ખેડૂત મિત્રોને તેમજ નાગરિકોને ફાયદો થશે. સાથે જ આવનારી પેઢી માટે પાણીની સુરક્ષા પણ ઉપલબ્ધ થશે.




