અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
નૃસિંહભાઈ ભાવસાર પૂજ્ય મોટાભાઈની 31મી પુણ્યતિથિ સર્વોદય આશ્રમ ખાતે યોજાઈ.
આદિવાસી સેવા સમિતિ શામળાજીના આધ સ્થાપક આદિવાસી સમાજના ઉદ્ધારક ગરીબોના બેલી એવા નૃસિંહ ભાઈ ભાવસાર પૂજ્ય મોટાભાઈની 31 મી પુણ્યતિથિ આજરોજ સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા સાહેબના અધ્યક્ષ સ્થાને સર્વોદય આશ્રમ ખાતે યોજાઈ. પૂજ્ય મોટાભાઈ ની સમાધિ સ્થળ પર સર્વધર્મ પ્રાર્થના અને ધૂન કરી સૌ કાર્યકર્તાઓ,કર્મચારીઓ, ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રાર્થના સભામાં ટ્રસ્ટી રાજાભાઈ પાંડોર દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા પૂજ્ય મોટાભાઈ ના સંસ્મરણો પ્રતાપભાઈ સોલંકી, અનુપસિંહ દેવડા, અમૃતભાઈ નીનામા તેમજ વિદ્યાસાગરભાઇ નીનામા એ પૂજ્ય મોટાભાઈ ના જીવન કાર્યો તેમજ સંસ્થાને ઉપયોગી થવાના વિચારોની રજૂઆત કરી હતી સંચાલક સોનજીભાઈ બારીયા સાહેબે નૃસિંહભાઈ ભાવસાર સાથેના સંસ્મરણોની તેમજ મોટાભાઈ ના કાર્યોની જીણવટ પૂર્વક છણાવટ કરી હતી. કાર્યક્રમમાં સૌ કર્મચારીઓ,ટ્ર્સ્ટીઓ, આજુબાજુ વિસ્તારના અગ્રણીય વ્યક્તિઓ ઉપસ્થિત રહીને પૂજ્ય મોટાભાઈ ને યાદ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું