NATIONAL

ડો બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદન પર વિવાદ, વિપક્ષે માંગ્યું રાજીનામું !

સંસદના શિયાળુ સત્રમાં બન્ને સદનમાં બંધારણ પર ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં બંધારણ પર ચર્ચાનો પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, એક ફેશન બની ગઇ છે, આંબેડકર,આંબેડકર, આંબેડકર…આટલું નામ ભગવાનું લેતા તો સાત જન્મો સુધી સ્વર્ગ મળત. અમિત શાહના આ નિવેદન પર વિવાદ ઉભો થયો છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું,’ગૃહમંત્રીએ જે સદનમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે, તેનાથી આ ફરી એક વખત સાબિત થઇ ગયું કે ‘ભાજપ-RSS તિરંગાની વિરૂદ્ધ હતા, તેમના પૂર્વજોએ અશોક ચક્રનો વિરોધ કર્યો. સંઘ પરિવારના લોકો પહેલા દિવસથી જ ભારતના બંધારણની જગ્યાએ મનુસ્મૃતિ લાગુ કરવા માંગે છે.’ આ સાથે જ ખડગેએ આંબેડકરનું અપમાન કરવા બદલ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી.
બંધારણ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું, ‘કાલ આ સ્પષ્ટ થઇ ગયું કે કોણ કોનુ અપમાન કરે છે. કાલે ગૃહમંત્રીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, તમે લોકો આંબેડકર…આંબેડકર જપતા રહો છો, તેમની જગ્યા ભગવાનનું નામ લેતા તો સારૂ થાત. આ ડૉ. આંબેડકરનું અપમાન નથી તો શું છે?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક્સ પર એક વીડિયો શેર કરતા લખ્યુ, જુઓ કેવી રીતે અમિત શાહજી સંસદમાં બાબાસાહેબ આંબેડકરની મજાક ઉડાવી રહ્યાં છે. આ ભાજપને એટલો અહંકાર આવી ગયો છે કે આ કોઇને કંઇ સમજતા નથી.
આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના પ્રમુખ અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન પરમ પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીના ઐતિહાસિક યોગદાન અને સામાજિક ન્યાય માટે તેમના સંઘર્ષનું અપમાન છે. પરમ પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીનું નામ લેવું કોઇ ફેશન નથી પણ સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક પરિવર્તનની તે ક્રાંતિનું પ્રતિક છે જેને કરોડો દબાયેલા અને કચડાયેલા લોકોને ન્યાય અને અધિકાર અપાવ્યા.’
ઉદ્ધવ ઠાકરેએ શાહ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અથવા તેઓ સત્તા છોડી દે. વાસ્તવમાં રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આજના સમમયાં ભીમરાવ આંબેડકરનું નામ લેવું ફેશન બની ગયું છે. કેટલાક લોકો આંબેડકર, આંબેડકર કરતાં રહે છે, પરંતુ જો તેઓ એટલું ભગવાનનું નામ બોલે તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જશે.’
કોંગ્રેસે અમિત શાહના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. પ્રિયકા ગાંધી અને રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસના સાંસદોએ દેખાવો કર્યા છે. આ ઉપરાંત અન્ય પક્ષો પણ ભડક્યા છે. આ દરમિયાન શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘ભાજપ ઇચ્છે છે કે, આંબેડકરનું નામ ખતમ થઈ જાય, પરંતુ તેઓ પોતે જ ખતમ થઈ જશે. એવું લાગે છે કે, ભાજપ અને અમિત શાહને આવા નિવેદન આપવાનું ટ્યુશન આરએસએસ પાસેથી મળ્યું છે. અમે તેમના નિવેદન વિરુદ્ધ ટૂંક સમયમાં પ્રદર્શન કરીશું. મારા દાદા પ્રબોધાંકર ઠાકરેના બાબાસાહેબ સાથે સારા સંબંધો હતા. બંને એકબીજાના નજીકના હતા.’

Back to top button
error: Content is protected !!